ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં નાયક ભોજક સમાજને રાશન કિટનું વિતરણ કરાયું - કોરોના

કોરોના વાયરસની મહામારીને અનુલક્ષીને સર્જાયેલી લોકડાઉનની સ્થિતિમાં મધ્યમવર્ગના લોકો રોજગારીને લઈ મુશ્કેલીમાં મૂકાયાં છે, જેને લઈ તેઓને જીવનનિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે. ત્યારે વડોદરામાં નાયક, ભૉજક અને વ્યાસ સમાજ દ્વારા 100થી વધુ રેશન કિટ બનાવી સમાજનાં મધ્યમવર્ગના પરિવારોને ઘરેઘેર જઈ રેશન કિટ આપવામાં આવી હતી.

વડોદરામાં નાયક ભોજક સમાજને રેશન કિટનું વિતરણ કરાયું
વડોદરામાં નાયક ભોજક સમાજને રેશન કિટનું વિતરણ કરાયું

By

Published : May 2, 2020, 7:49 PM IST

વડોદરાઃ કોરોના વાયરસની મહામારી વચ્ચે જીવનનિર્વાહ માટે મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોને સહાય માટે દરેક સમાજ હંમેશા તત્પર રહે છે. ત્યારે વડોદરામાં રહેતાં નાયક ભૉજક પરિવારો માટે નાયક ભૉજક વ્યાસ સમાજના પ્રમુખ ગિરીશભાઈ ભૉજક અને સમાજના હોદ્દેદારોએ આવશ્યક ચીજવસ્તુઓની 100થી વધુ રેશન કિટ બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં વસતાં મધ્યમ વર્ગના જરૂરિયાતમંદ લોકોના ઘરેઘરે જ઼ઈ રેશન કિટ પહોંચાડવામા આવી હતી.

વડોદરામાં નાયક ભોજક સમાજને રેશન કિટનું વિતરણ કરાયું

તૈયાર કરેલી રેશન કિટમાં ઘઉંનો લોટ, ખાંડ, તેલ, તુવેરદાળ, ચોખા, કઠોળ, મીઠુ, મસાલા સહિતની જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કિટ વિતરણની સાથેસાથે સમાજના દરેક લોકોને સોશિયલ ડીસ્ટન્સ જાળવવાની અપીલ સમાજના પ્રમુખ દ્વારા કરવામા આવી હતી.

ABOUT THE AUTHOR

...view details