- વડોદરામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવા અંગે અસમંજસ
- ઈસ્કોન મંદિર તમામ તૈયારીઓ પુર જોશમાં શરૂ કરાઈ
- મંદિરના વ્યવસ્થાપકે કલેકટરની મુલાકાત લઈ રથયાત્રા અંગે ચર્ચા કરી
વડોદરાઃ કોરોના મહામારીના કારણે આ વર્ષે પણ ભગવાન જગન્નાથની રથયાત્રા (Rathyatra 2021) યોજવામાં આવશે કે કેમ તે અંગે અસમંજસતા સર્જાયેલી છે. છતાં વડોદરાના ઈસ્કોન મંદિર (Vadodra Iscon temple)માં 40મી રથયાત્રાની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે ઈસ્કોન મંદિરના વ્યવસ્થાપક નિત્યાનંદજી સ્વામી જીલ્લા કલેક્ટર આર.બી.બારડને મળ્યા હતા. નિત્યાનંદજી સ્વામીએ કલેકટરને મળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંગે વાતચીત કરી હતી. રથયાત્રા અંગે હજુ તંત્ર તરફથી કોઈ પરવાનગી આપવામાં ન આવતા અષાઢી બીજે ભગવાન નગરચર્યાએ નીકળશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા સર્જાઈ છે.
ગત વર્ષે મંદિર પરિસરમાં જ કાઢવામાં આવી હતી રથયાત્રા
ઈસ્કોન મંદિરમાં રથયાત્રાની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. પરંતુ રથયાત્રા અંગે હજુ તંત્ર તરફથી કોઈ પરવાનગી આપવામાં ન આવતા અષાઢી બીજે ભગવાન નગરચર્યાએ નીકળશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા સર્જાઈ છે. જો પરવાનગી નહીં મળે તો ગત વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રાને મંદિર પરીસરમાં જ યોજવામાં આવશે.
તંત્ર તરફથી હજી સુધી કોઈ પરવાનગી આપવામાં નથી આવી
અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાતી હોય છે. ત્યારે આ વર્ષે રથયાત્રા નીકળશે કે નહીં તેને લઈને ઘણી અટકળો ચાલી રહી છે. જોકે હાલ સરકાર દ્વારા પણ આ અંગે કોઈ જાહેરાત અથવા રથયાત્રાને લઈને કોઈ પ્રકારની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી નથી. 5 જુલાઈ સોમવારે વડોદરા શહેરના ઈસ્કોન મંદિરના વ્યવસ્થાપક નિત્યાનંદજી સ્વામીએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવીને કલેક્ટર આર.બી.બારડ (Collector R.B. Barad)ને મળ્યા હતા. આ અંગે નિત્યાનંદજી સ્વામી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાતી હોય છે. ત્યારે સરકાર દ્વારા જે પ્રમાણે ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે, તે જ પ્રમાણે તમામ ગાઈડલાઈનના પાલન સાથે રથયાત્રા યોજવામાં આવશે.