ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં 11 જગ્યાએ રેપિડ એન્ટિજન ટેસ્ટ શરૂ - વડોદરાનું તંત્ર જાગ્યું

વડોદરામાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે હવે તંત્ર સફાળું જાગ્યું છે. વડોદરા શહેરમાં 11 જગ્યા પર મંગળવારથી રેપિડ એન્ટિજન ટેસ્ટ શરૂ કરવામાં આવશે. આ માટે માતા લાલબાગ અતિથિગૃહમાં પણ સેન્ટર શરૂ કરાયું હતું.

વડોદરામાં 11 જગ્યાએ રેપિડ એન્ટિજન ટેસ્ટ શરૂ
વડોદરામાં 11 જગ્યાએ રેપિડ એન્ટિજન ટેસ્ટ શરૂ

By

Published : Apr 6, 2021, 1:17 PM IST

  • વડોદરામાં સોમવારે કોરોનાના નવા 394 કેસ નોંધાયા
  • વડોદરાની સરકારી હોસ્પિટલોમાં તમામ બેડ હાઉસફૂલ
  • નાયબ મુખ્યપ્રધાન 3 દિવસ પહેલા આવ્યા હતા વડોદરા
  • રેપિડ એન્ટિજન ટેસ્ટ શરૂ કરવા સેન્ટર ઊભા કરવા આપ્યો હતો આદેશ

વડોદરાઃ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ 3 દિવસ પહેલા વડોદરા ગયા હતા. ત્યારબાદ વડોદરાનું તંત્ર જાગ્યું છે અને હવે શહેરમાં 11 જગ્યા પર રેપિડ એન્ટિજન ટેસ્ટ શરૂ કરાશે. આ માટે માતા લાલબાગ અતિથિગૃહમાં પણ સેન્ટર શરૂ કરાયું હતું.

વડોદરાની સરકારી હોસ્પિટલોમાં તમામ બેડ હાઉસફૂલ


તંત્ર અન્ય હોસ્પિટલની વ્યવસ્થા કરી રહ્યું છે

વડોદરામાં સોમવારે કોરોનાના નવા 394 કેસ નોંધાયા હતા. જ્યારે 1 દર્દીનું મોત થયું હતું. વડોદરાની સરકારી હોસ્પિટલોમાં તમામ બેડ ફૂલ થઈ ગયા છે. હવે તંત્ર અન્ય હોસ્પિટલની વ્યવસ્થા કરી રહ્યું છે. કોરોનાના કેસ વધતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે 3 દિવસ પહેલા સર્કિટ હાઉસમાં અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં નવા સેન્ટર શરૂ કરવાની સૂચના આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃજામનગરમાં એક દિવસમાં 124 કેસ નોંધાતા કલેકટરે કોરોના ગાઇડલાઇનના પાલનની કરી અપીલ

વડોદરામાં સોમવારે કોરોનાના નવા 394 કેસ નોંધાયા

સયાજીગંજ રેલવે સ્ટેશન પર પણ રેપિડ એન્ટિજન ટેસ્ટ શરૂ

કોર્પોરેશને માત્ર લાલબાગ અતિથિ ગૃહ ખાતે એક સેન્ટર ઊભું કરવાનો હાલ નિર્ણય કર્યો છે. જ્યારે વડોદરા શહેરના 11 જગ્યા પર કોરોના રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવશે. શહેરમાં માંજલપુર, તુલસીધામ ચાર રસ્તા, છાણી જકાતનાકા, એરપોર્ટ ચાર રસ્તા, વાઘોડિયા રોડ, ઉમા ચાર રસ્તા, ગોત્રી યશ કોમ્પલેક્સ ચાર રસ્તા, જૂના પાદરા રોડ અક્ષર ચોક રાજમહેલ રોડ, તરસાલી શાક માર્કેટ સયાજીગંજ ખાતેનું રેલવે સ્ટેશન એમ કુલ 11 જગ્યા પર મંગળવારથી ટેસ્ટ શરૂ કરવામાં આવશે

નાયબ મુખ્યપ્રધાને રેપિડ એન્ટિજન ટેસ્ટ શરૂ કરવા સેન્ટર ઊભા કરવા આપ્યો હતો આદેશ

આ પણ વાંચોઃવેક્સિન લેવામાં સુરતીઓ મોખરે, માત્ર 4 દિવસમાં દોઢ લાખથી વધુ લોકોએ વેક્સિન લીધી

લોકો કોરોના ગાઈડલાઈનનું પાલન કરેઃ રાજ્યપ્રધાન

મંગળવારે દાંડિયા બજાર, ખંડેરાવ માર્કેટ ખાતે રાજ્યપ્રધાન યોગેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ અને સહિત ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપ્રધાન યોગેશ પટેલે જણાવ્યું હતું કે, વડોદરામાં કેસ વધી રહ્યા હોવાથી લોકો કોરોના ગાઈડલાઈનનું પાલન કરે.

ABOUT THE AUTHOR

...view details