વડોદરાસમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ (Azadi ka Amrit Mahotsav) અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે. તેવામાં આજે 76મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિવિધ લોકો વિવિધ પ્રકારે દેશભક્તિનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. તેવામાં વડોદરામાં રંગોળી બનાવનારા કલાકારોએ વર્લ્ડ રેકોર્ડ (World Record of Rangoli in Vadodara) રચ્યો છે. અહીં વેદ ટ્રાન્સક્યૂબ પ્લાઝા અને સહજ રંગોળી ગૃપે સાથે મળીને સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની 75 રંગોળીનું ચિત્રણ કરી આઝાદીના અમૃત મહોત્સવની (Azadi ka Amrit Mahotsav) ભવ્ય ઉજવણી કરી છે.
વર્લ્ડ રેકોર્ડની ટીમ આવી વડોદરા તેમની આ રંગોળીને જોઈને ખૂદ વર્લ્ડ બૂક ઑફ રેકોર્ડની ટીમ (World Record of Rangoli in Vadodara) વડોદરા પહોંચી હતી. તેમણે બનાવેલી રંગોળીઓને હવે વર્લ્ડ બૂક ઑફ રેકોર્ડમાં (World Book of Records team in Vadodara) સ્થાન પ્રાપ્ત થયું છે. અહીં આઝાદીના 75 વર્ષ, 75 ફૂટ, 75 મહાનુભાવોને રંગોળીમાં સ્થાન આપવામાં આવ્યું છે.
અનોખી રીતે ઉજવ્યો આઝાદીનો અમૃત મહોત્સવ વેદ ટ્રાન્સક્યૂબ પ્લાઝા (Ved Transcube Plaza) અને સહજ રંગોળી ગૃપ (Sahaj Rangoli group) આઝાદી પૂર્વે અને પછીના સમયગાળા દરમિયાન રાષ્ટ્ર માટે તેમના પ્રશંસનીય યોગદાન માટે આદરણીય સ્વાતંત્ર્ય સેનાનીઓ (Rangoli of freedom fighters) અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની 75 રંગોળીઓનું ચિત્રણ કરીને ખૂબ જ અનોખી રીતે 75માં આઝાદી કા અમૃત મોહોત્સવની (Azadi ka Amrit Mahotsav) ઉજવણી કરે છે.
સાંસદના હસ્તે અપાયું સર્ટિફિકેટ આ સાથે ભારત માતાની ભવ્ય રંગોળી જે 75 ફૂટ લાંબા વિસ્તારને આવરી લે છે. તે લોકો માટે એક વિઝ્યુઅલ ટ્રિટ છે. આ કાર્યક્રમમાં સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડ સર્ટિફિકેટ રંગોળી ગ્રૂપને એનાયત કરવામાં (World Book of Record Certificate to Rangoli Group) આવ્યું હતું.
કંઈક અલગ કરવા શહેર છે જાણીતુંસંસ્કારી નગરી તરીકે પણ ઓળખાતું વડોદરા શહેર 75મા આઝાદી કા અમૃત મહોત્સવની (Azadi ka Amrit Mahotsav) ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી રહ્યું છે. કંઈક અનોખું કરવા માટે જાણીતું સહજ રંગોળી ગૃપ (World Record of Rangoli in Vadodara) આ અનોખા થીમ સેટઅપ દ્વારા સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીમાં તેમનું યોગદાન આપે છે.