વડોદરા: રાજ્યના મહેસૂલ વિભાગના કેબિનેટ પ્રધાન (gujarat cabinet minister of revenue) બન્યા બાદ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા મહેસૂલ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર (corruption in the revenue department of gujarat) અને પોલંપોલને ઝડપી પાડવા સર્જિકલ સ્ટ્રાઈકની જેમ મહેસૂલ વિભાગની ઓફિસોની મુલાકાત યોજવાનો સિલસિલો શરૂ કર્યો છે. આજે રાજેન્દ્ર ત્રિવેદીએ માંજલપુર દક્ષિણ ઝોન મામલતદાર સબ રજિસ્ટ્રાર કચેરી (sub registrar office manjalpur vadodara)ની ઓચિંતી મુલાકાત લઈ કરોડોની સ્ટેમ્પ ડ્યુટીની ચોરી (stamp duty evasion manjalpur vadodara) ઝડપી પાડી હતી.
મહેસૂલ પ્રધાનની ઓચિંતી મુલાકાતથી અધિકારીઓમાં ફફડાટ
વડોદરાની રાવપુરા વિધાનસભા (raopura assembly constituency vadodara)ના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીએ મહેસૂલ વિભાગના કેબિનેટ પ્રધાન બન્યા બાદ મહેસૂલ વિભાગની કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર અને પોલંપોલને ઝડપી પાડવા સર્જિકલ સ્ટ્રાઈકની શરૂઆત કરી છે. અમદાવાદમાં એકાએક મહેસૂલ વિભાગની કચેરીની મુલાકાત લેતા અધિકારીઓમાં તેમજ મહેસૂલ વિભાગની કચેરીમાં પડી-પાથરી રહેતા દલાલોમાં ફફડાટ વ્યાપ્યો હતો. ત્યારબાદ કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ આજે વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી દક્ષિણ ઝોનની મામલતદાર અને સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે ઓચિંતી મુલાકાત (Rajendra Trivedi Surprise Visit) લીધી હતી. મહેસૂલ વિભાગના અધિકારીઓ સાથે પહોંચેલા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીને જોઈ અધિકારીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો. તો કચેરી ખાતે સક્રિય દલાલો ગાયબ થઇ ગયા હતા. પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ અરજદારોની રજૂઆત સાંભળી હતી.
શ્રમજીવી મહિલાને રીક્ષા ભાડું આપ્યું
આવકના દાખલા માટે આવેલી શ્રમજીવી મહિલાની કેબિનેટ પ્રધાને રજૂઆત સાંભળી હતી. તો પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી (gujarat cabinet minister of revenue rajendra trivedi)એ મહિલાને સરળતાથી આવકનો દાખલો મળી રહે તેની વ્યવસ્થા કરી આપી હતી. સાથે સાથે શ્રમજીવી મહિલાને રાજેન્દ્ર ત્રિવેદીએ રિક્ષાનું ભાડું પણ આપ્યું હતું.