વડોદરારાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત ગુજરાત કૉંગ્રેસના નિરીક્ષક બન્યા પછી પહેલી વખત ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. મારું બૂથ મારું ગૌરવ (My Booth My Pride) અંતર્ગત તેમણે પ્રવાસની શરૂઆત વડોદરાથી (Rajasthan CM Ashok Gehlot Vadodara Visit) કરી હતી. અહીં તેમણે સયાજીનગર ગૃહ ખાતે મધ્ય ગુજરાતના કૉંગ્રેસ સમિતિના હોદ્દેદારો સાથે (Central Gujarat Congress Committee Meeting) બેઠક યોજી હતી, જેમાં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર, ગુજરાત કૉંગ્રેસ પ્રભારી રઘુ શર્મા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ વખતે કોઈ કસર નહીં રહી જાય રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે (Rajasthan CM Ashok Gehlot Vadodara Visit) જણાવ્યું હતું કે, ગત ચૂંટણીમાં જોરદાર ટક્કર થઈ હતી. આ વખતે પણ અમે કોઈ કસર નહીં રાખીએ. કૉંગ્રેસ સફળ થવા પ્રચાર કરશે. સાથે જ તેમણે સરકાર પર પ્રહાર કરતા 22 વર્ષમાં ગુજરાત શું વિકાસ થયો? તે અંગે સવાલ કર્યો હતો. ગુજરાત મોડેલની વાત કરનારા વડાપ્રધાન બન્યા છે. લોકોને ખબર પડી ગઈ કે, ગુજરાત મોડલ શું છે. ગુજરાત મોડેલની પોલ ખૂલી ગઈ છે. સાથે ગઈકાલે હું ટેકનિકલ ખામીના કારણે પંહોચી ન શક્યો, પરંતુ તે તપાસનો વિષય છે. ગુજરાતમાં કૉંગ્રેસ ભાજપ વચ્ચે ચૂંટણી થશે. હું રણનીતિ (Congress strategy for elections) બનાવવા આવ્યો છું.
હોદ્દેદારોની ઉપસ્થિતિમાં બેઠક શહેરના સર સાયજીનગર ગૃહ અકોટા ખાતે મારું બુથ મારું ગૌરવ કાર્યક્રમ (My Booth My Pride) અંતર્ગત વડોદરા શહેર કૉંગ્રેસ સમિતિ સહિત મધ્ય ગુજરાતના જિલ્લા તાલુકાના હોદ્દેદારોની હાજરીમાં (Central Gujarat Congress Committee Meeting) સભા યોજાઈ હતી. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ આ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.
એરપોર્ટ ઑથોરિટીએ રોક્યા કોંગી નેતાઓને વડોદરા એરપોર્ટ પર રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોતના આગમન (Rajasthan CM Ashok Gehlot Vadodara Visit) પૂર્વે કૉંગ્રેસ નેતાઓને અંદર જતાં એરપોર્ટ ઑથોરિટીએ રોક્યા હતા. અશોક ગેહલોતને રિસીવ કરવા 15 નેતાઓ અંદર જવા માગતા હતા, પરંતુ એરપોર્ટ ઓથોરિટીને VIP પાસ માટે અરજી આપવા છતાં અંદર જવા નહતા દેવાયા.