વડોદરા: નિસર્ગ વાવાઝોડાને પગલે સમગ્ર ગુજરાતમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે વડોદરા શહેર અને બોડેલી પંથકમાં પણ સમી સાંજે સૂસવાટા મારતા પવન ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો, હોર્ડીંગ્સ જમીનદોસ્ત થઇ ગયા હતા.
વડોદરામાં વાદળછાયું વાતાવરણ છવાતા ધોધમાર વરસાદ
શુક્રવારે સવારથી જ શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળતા સમી સાંજે સુસવાટા મારતા ઠંડા પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.
વડોદરામાં વાદળછાયું વાતાવરણ છવાતા ધોધમાર વરસાદ
બોડેલી પાસે વડોદરાની ઇકો કાર પર ઝાડ પડતા કાર ચાલક હરીશ વાઘેલાનું સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે પરિવારની એક બાળકી સહિત છ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો.
વરસાદ વરસતા નાના બાળકો વરસાદનો આનંદ માણવા નીકળી પડ્યા હતા. વડોદરાની સાથે જિલ્લાના વાઘોડિયા સહિતના અન્ય તાલુકામાં પણ વાતાવરણમાં પલટો આવતા પવનના સુસવાટા સાથે વરસાદ પડ્યો હતો.