વડોદરા: શહેરમાં રેલવે કૌભાંડ આચરતી ગેંગ ફરી સક્રિય થઇ હોવાની વિગતો મળતા SOG પોલીસની ટીમે વોચ રાખી હતી. ગેંગના માસ્ટરમાઈન્ડ તુષાર પુરોહિતે જુના પાદરા રોડ મનીષા ચોકડી પાસે આવેલા ઉદયનગરમાં એક ઓફિસ ભાડે રાખી કૌભાંડ આચરવાની શરૂઆત કરી હતી.
વડોદરા શહેર SOGએ રેલવે ભરતી કૌભાંડ ઝડપ્યું, 3 લોકોની ધરપકડ - વડોદરાના સમાચાર
વડોદરા શહેર SOGએ રેલવે ભરતી કૌભાંડ ઝડપી પાડ્યું છે. 54 ઉમેદવારો પાસે રૂપિયા 1 કરોડ પડાવી લેનારા ત્રણ ભેજાબાજોની પોલીસે અટકાયત કરી છે. SOGએ રેલવે મંત્રાલયના બોગસ સિક્કાઓ સહિત દસ્તાવેજો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
![વડોદરા શહેર SOGએ રેલવે ભરતી કૌભાંડ ઝડપ્યું, 3 લોકોની ધરપકડ રેલવે ભરતી કૌભાંડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8575489-thumbnail-3x2-kk.jpg)
પોલીસે આ ઓફિસ પર દરોડો પાડીને 3 ઈસમોને ઝડપી પાડ્યા હતા. જેમાં તુષાર યોગેશભાઈ પુરોહિત, દિલીપ સોમાભાઈ સોલંકી અને કૌશલ ઘનશ્યામભાઈ પારેખનો સમાવેશ થાય છે. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું કે, ત્રણેય આરોપીઓએ 54 ઉમેદવારો પાસેથી રૂપિયા 1 કરોડ પડાવ્યા હતા.
પોલીસે ટોળકી પાસેથી રેલવે મંત્રાલયના બોગસ સિક્કાઓ, નિમણૂક પત્રો, રેલવે વિભાગનું સિલેકશનનું મેરીટ લિસ્ટ, રેલવે મંત્રાલયની ફાઈલો, વાઉચર બુક, નેમ પ્લેટ, રેલવેની રિસીપ્ટ બુકો, જુદા જુદા હોદ્દાઓના વિઝીટીંગ કાર્ડ, લેપટોપ અને મોબાઈલ સહિતના થોકબંધ દસ્તાવેજો કબ્જે કર્યા હતા. આ સાથે જ ફરાર થયેલા દિલ્હીના બે સાગરીતોની શોધખોળ હાથ ધરી છે.