- વડોદરા સામૂહિક દુષ્કર્મ મામલો, મામલામાં પહેલી સફળતા
- પુનિતનગર પાસે ના પ્રાઇવેટ કવાટર્સમાંથી સિક્યુરિટી ગાર્ડ પાસેથી મળી સાયકલ
- એમ.ડી સિક્યુરિટીમાં કામ કરે છે સિક્યુરિટી ગાર્ડ
- મહેશ રાઠવાની રેલવે એલ.સી.બી પોલીસે કરી અટકાયત
વડોદરાઃ વડોદરા સામૂહિક દુષ્કર્મ (vadodara rape suicide case) મામલામાં રેલવે એલસીબીને ( Railway LCB ) પહેલી સફળતા હાથ લાગી છે. પીડિત યુવતીની ગુમ થયેલી સાયકલ મળી આવી છે. સિક્યુરિટી ગાર્ડ મહેશ રાઠવાની દીકરી સાયકલ લઈને ફરતી હોવાના દ્રશ્યો સીસીટીવીમાં (CCTV) કેદ થયા હતાં. મહેશ રાઠવાના ધર્મપત્નીએ સ્વીકાર્યું કે તેમના પતિ સાયકલ ચોરી લાવ્યાં હતાં. ચોરીની સાયકલ હોવાના કારણે સાયકલના બંને ટાયર છૂટા કરી સંતાડી દીધા હતાં.
10 વર્ષથી બંધ મકાનની ઝાડીઓમાં સંતાડી હતી સાયકલ
રેલવે એલ.સી.બી ( Railway LCB ) પોલીસે સિક્યોરિટી ગાર્ડ મહેશ રાઠવાના ઘરે સર્ચ કર્યું હતું. સર્ચ દરમિયાન પીડિતા યુવતીની ( Vadodara Rape Case ) સાયકલનું એક ટાયર ઘરમાંથી મળી આવ્યું. એક ટાયર સિક્યોરિટી ગાર્ડે નજીકના ભંગારની દુકાનમાં વેચી દીધું હોવાનું સામે આવ્યું છે. સિક્યોરિટી ગાર્ડના બે થ્રી વ્હીલર ટેમ્પો પણ મળી આવ્યાં, જેની એફએસએલ તપાસ કરાવાશે. બીજા સિક્યુરિટી ગાર્ડ કમલેશ રાઠવાની પણ અટકાયત કરવામાં આવી છે. બંનેના કપડાં પણ જપ્ત કરવામાં આવ્યાં. જે એફએસએલમાં મોકલવામાં આવશે. ઓએસીસ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રીતિ નાયરનું ( Oasis Trustee Preeti Nair ) પોલીસે ત્રણ કલાક સુધી વિડિયો રેકોર્ડિંગ સાથે નિવેદન પણ લીધું.