ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા મનપામાં જન્મ મરણ વિભાગમાં લોકોની લાગી કતાર, કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન - જન્મ મરણ વિભાગ

વડોદરા મહાનગરપાલિકાની જન્મ મરણનાં દાખલાની ઓફિસમાં નાગરિકો જન્મ મરણનાં દાખલા લેવા ઉમટી પડ્યા હતાં. જ્યાં તંત્ર દ્વારા કોરોના સાવચેતીને લઈ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી, તેમજ લોકો દ્વારા સામાજિક અંતર પણ જળવાયું ન હતું.

vadodara
vadodara

By

Published : Nov 24, 2020, 7:31 PM IST

  • જન્મ મરણ દાખલાની ઓફિસમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
  • નવાપુરામાં આવેલી છે જન્મ મરણ શાખા
  • લોકો અને કોર્પોરેશન બંને કોરોનાને લઈ બેદરકાર

વડોદરાઃ વડોદરા મહાનગરપાલિકાની જન્મ મરણનાં દાખલાની ઓફિસમાં નાગરિકો જન્મ મરણનાં દાખલા લેવા ઉમટી પડ્યા હતાં. જ્યાં તંત્ર દ્વારા કોરોના સાવચેતીને લઈ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી, તેમજ લોકો દ્વારા સામાજિક અંતર પણ જળવાયું ન હતું.

વડોદરા મનપામાં જન્મ મરણ વિભાગમાં લોકોની લાગી કતાર

કોરોનાના વધતાં વ્યાપ વચ્ચે તંત્ર લોકોને સરકારની કોવિડ 19નું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી રહ્યાં છે. ત્યાં વડોદરાના નવાપુરા સરદાર માર્કેટ પાસે આવેલા પાલિકામાં જન્મ મરણના દાખલાની ઓફિસમાં નાગરિકો દાખલા લેવા ઉમટી પડતાં વ્યવસ્થાના અભાવે કોરોના ગાઈડલાઈના ધજાગરા જોવા મળ્યા હતાં.

દિવાળી બાદ ઓફિસ ખુલતા લાંબી કતારો લાગી

રાજ્યમાં યોજાયેલી પેટાચૂંટણીઓ અને દિવાળીના તહેવારોમાં સામાજિક અંતર ન જળવાતાં રાજ્યભરમાં કોરોના વાઈરસનો સેકન્ડ વેવ શરૂ થયો છે. વડોદરા શહેરમાં પણ છેલ્લા એક અઠવાડિયામાં કોરોના કેસોમાં વધારો થયો છે. જેને પગલે હવે પાલિકાની 828 ટીમોએ શહેરમાં ડોર ટુ ડોર સર્વે પણ શરૂ કર્યો છે. પણ સરવાળે શૂન્ય જેવો ઘાટ હોવાનું સામે આવ્યું છે. ક્યાંક નગરજનોની ભૂલ તો કયાંક વહીવટી તંત્રની બેદરકારીને કારણે આગામી દિવસોમાં કોરોનાનો આંક વધે તેમાં નવાઈ નહીં. મંગળવારે વડોદરા મહાનગરપાલિકાના નવાપુરા સરદાર માર્કેટ પાસે આવેલા પાલિકાની જન્મ મરણના દાખલાની ઓફિસમાં જરૂરિયાત મંદ નાગરિકો જન્મ મરણનો દાખલો લેવા માટે ઉમટી પડ્યા હતા. લોકોની લાંબી કતારો લાગી હતી.

જ્યાં તંત્ર દ્વારા કોરોનાને લઈ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જોવા મળી નહોતી. એક તરફ પાલિકા સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા વેપારીઓ સામે બાંયો ચઢાવી દુકાનો સીલ કરી રહી છે તો બીજી તરફ પાલિકાની જ કચેરીમાં સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details