વડોદરા :વડોદરાશહેરના ગાજરાવાડી સુરેશ પંપની સામે આવેલા વિશ્વકર્મા નગરમાં ગંદકીને લઈને (Contaminated Water in Vadodara) લોકોની અનેક રજૂઆતો છતાં પરિણામ ન મળતા દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. અસંખ્ય મચ્છરોના ઉપદ્રવના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અહીં રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ સેવાઈ રહી છે. જો ખરેખર શહેરમાં થતી (Vadodara Vishwakarma Nagar) કામગીરીનું પરિણામ જોવું હોય તો ચોમાસાની ઋતુમાં ખબર પડે છે કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા કેટલા કામો થયા અને કેટલા કામો બાકી છે. શહેરની જો વાત કરવામાં આવે તો શહેરના સ્લમ વિસ્તારમાં કોઈપણ પ્રકારનું ધ્યાન રાખવામાં નથી આવતું. આ વિસ્તારમાં રહેનાર લોકો સામે અન્યાય થઈ રહ્યો છે પાણી માટે પૈસા ખર્ચવા માટે લોકો મજબૂર બન્યા છે.
આ પણ વાંચો :વિશ્વામિત્રી મૃતપાય અવસ્થાને લઈને મોટા પુરાવાઓ આવ્યા સામે
કોર્પોરેટર જોવા પણ નથી આવતા - સ્થાનિકો -વડોદરા શહેરના વિશ્વકર્મા નગરમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. કોર્પોરેશનમાં અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી થઈ નથી. કોર્પોરેટર અહીં જોવા પણ નથી આવતા તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે. ગટરના પાણી રોડ પર જ ભરાઈ રહે છે. ગંદકી અને ગંદાપાણીના કારણે અનેક લોકો બીમાર પડી રહ્યા છે. સાફ-સફાઈ ન થાય તો રોગચાળાના (Dirt in Vadodara) ફાટી નીકળવાનો ભય પણ સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે. કોર્પોરેશન અહીંના લોકોની વાત સાંભળતી નથી કે કોઈ અહીંના લોકોની સમસ્યાનો નિરાકરણ લાવતા નથી. આ બાબત પર સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહે છે.