ગુજરાત

gujarat

ETV Bharat / city

રખડતાં શ્વાનથી સાવધાન! જૂઓ 4 માસની બાળકીની શું કરી હાલત... - Dogs Roaming in Vadodara

વડોદરામાં 4 માસથી બાળકી પર શ્વાને હુમલા કર્યાની (Dog Attack Girl in Vadodara) ઘટના સામે આવી છે. ઘોડિયામાં સૂતેલી બાળકી પર શ્વાને હુમલો કરી માથા પર ગંભીર ઈજા પહોંચાડી હતી. શહેરમાં અવારનવાર શ્વાનના નાના બાળકો પર હુમલાને લઈને લઈને વડોદરા તંત્ર પર સવાલો ઊભા થઈ રહ્યા છે.

રખડતાં શ્વાનથી સાવધાન! જૂઓ 4 માસની બાળકીની શું કરી હાલત...
રખડતાં શ્વાનથી સાવધાન! જૂઓ 4 માસની બાળકીની શું કરી હાલત...

By

Published : Jul 4, 2022, 9:58 AM IST

Updated : Jul 4, 2022, 12:52 PM IST

વડોદરા :શહેરના સમતા વિસ્તારમાં આવેલા વૈકુંઠ ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોરના ટેનામેન્ટમાં ઘરમાં ઉંઘતી માત્ર 4 મહિના અને 3 દિવસની બાળકી પર શ્વાને (Dog Attack Girl in Vadodara) હિંસક હુમલો કર્યો હતો. જેમાં શ્વાને બાળકીના માથા પર ગંભીર ઈજા પહોંચાડી હતી. જોકે, માતાને નજર પડતા ભારે જહેમત બાદ તે પોતાની વ્હાલસોયી બાળકીને બચાવી હતી. બાળકીને હાલ ગંભીર હાલત જણાતા શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પિતાના જણાવ્યા મુજબ હાલ બાળકીની સ્થિતિ સારી છે પરંતુ આ સૌના હૃદય કંપાવી ગંભીર ઘટના છે.

વડોદરામાં 4 માસથી બાળકી પર શ્વાને હુમલો કર્યો

આ પણ વાંચો :આ તે કેવા લગ્ન, 'વસંતી'એ શ્વાન સાથે કર્યા અનોખા લગ્ન

પિતાએ શું કહ્યું -બાળકીના પિતાએ જણાવ્યું હતું કેસ, મારી બાળકી ઘરમાં સૂતી હતી બાળકીની ઉંમર માત્ર 4 મહિના અને 3 દિવસની છે. હું એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરું છું. મારી પત્ની મારી દીકરી જાન્વીને ઘરમાં ઘોડિયામાં સૂવડાવી અને સાંજે 6 વાગ્યે ઘરની બાજુમાં નળમાં પીવાનું પાણી ભરવા ગઈ હતી. આ દરમિયાન ઘરની જાળી ખુલ્લી રહી ગઈ હતી. જેથી રખડતું શ્વાન (Dogs Roaming in Vadodara) ઘરમાં આવી ગયું હતું. માતાએ પરત ફરતા શ્વાને બાળકીને માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. માતાની ભારે જહેમત બાદ બાળકીને જ પોતાના હાથમાં લઈ લીધી હતી. બાળકીની ગંભીર હાલતને લઈ શહેરની ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. જ્યાં બાળકીને 15થી વધુ માથાના ભાગમાં ટાંકા આવ્યા છે.

દીકરીની માતાએ શું કહ્યું -દીકરીની માતાએ જણાવ્યું હતું કે, મારી દીકરીની હું સુવડાવી પાણી ભરવા ગઈ હતી. તે દરમિયાન ઘરમાં શ્વાન ઘૂસી આવ્યું હતું. ઘરની જાળી ખુલ્લી રહી ગઈ હતી. તેથી શ્વાન ઘરમાં ઘૂસીને બાળકી પર હુમલો કરવા લાગ્યું હતું. હું જોઈ ગઈને મે બાળકીને ઉંચી શ્વાનને તગડવાની કોશિશ કરી પરંતુ શ્વાન ભાગ્યું નહીં, બાદ હુ દીકરીને લઈ ઘર બહાર ભાગી ગઈ હતી.

આ પણ વાંચો :શ્વાન પ્રેમીઓ માટે ખુશ ખબર : આ રાજ્ય શ્વાનો માટે બનાવવામાં આવ્યું છે સલૂન

તંત્ર સામે અનેક સવાલ -શહેરમાં વડોદરા મહાનગરપાલિકા (Vadodara Municipal Corporation) તંત્ર સાવ નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે. પારાવાર નાગરિકોને સુવિધાઓ હોય કે રખડતા ઢોરનો ત્રાસ અને હવે શ્વાનનો આતંક તમામ બાબતોને લઇ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વડોદરા શહેર અને જિલ્લામાં શેરી શ્વાનનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે.

અગાઉ પણ 7 વર્ષની બાળકી પર શ્વાને કર્યો હતો હુમલો - અગાઉ વડોદરા નજીક આવેલા સુંદરપુરા ગામમાં ગત મે મહિનામાં ઘરની પાછળ સાત વર્ષની બાળકી રમી રહી હતી. દરમિયાન ધસી આવેલા શ્વાને તેના ઉપર હુમલો કર્યો હતો અને બાળકીના હાથના અંગુઠાને કાપી ખાધો હતો. શ્વાને અંગુઠો કાપી ખાતા પરિવાર તુરંત જ બાળકીને સયાજી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. જ્યાં તેની તબીબો દ્વારા સારવાર કરવામાં આવી હતી. સાથે ગત મે મહિનામાં વડોદરાના હરણી વિસ્તારમાં સંવાદ ક્વાર્ટરમાં પાંચ લોકોને શ્વાન કરડ્યા હતા. વડોદરા શહેર જિલ્લામાં શેરી શ્વાનો લોકો માટે જોખમરૂપ બની રહ્યા છે.

Last Updated : Jul 4, 2022, 12:52 PM IST

ABOUT THE AUTHOR

...view details