વડોદરા: છેલ્લાં ત્રણ દિવસથી વડોદરામાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી વન્યજીવો બહાર નીકળીને આવી રહ્યા છે. જેને કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે.
વડોદરા નજીક વરસાડા ગામના ખેતરમાંથી 9 ફૂટનો મહાકાય અજગરનો રેસ્ક્યુ - વડોદરામાં અજગર દેખાયો
વડોદરા નજીક આવેલા વરસાડા ગામના એક ખેતરમાં શિકારની શોધમાં આવી ગયેલા 9 ફૂટના મહાકાય અજગરને વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યો હતો અને વનવિભાગને સોંપી દેવામાં આવ્યો હતો.
વડોદરા નજીક વરસાડા ગામના ખેતરમાંથી 9 ફૂટનો મહાકાય અજગર રેસ્ક્યુ કરવામાં આવ્યો
વડોદરા નજીક આવેલા વરસાડા ગામના ખેતરમાં મહાકાય અજગર દેખા દેતાં ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. અશોકભાઈ નામના સ્થાનિકના ખેતરમાં અજગર દેખાતા તેમણે સરપંચને જાણ કરી હતી. ત્યારબાદ આ અંગે સરપંચે વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમને જાણ કરતા ટીમ વરસાડા ગામે પહોંચી હતી અને ભારે જહેમત બાદ 9 ફૂટના મહાકાય અજગરને રેસ્ક્યુ કરીને વનવિભાગને સોંપ્યો હતો.