ગુજરાત

gujarat

ETV Bharat / city

મગર બાદ હવે અજગરોના શહેરમાં આંટાફેરા, બે અજગરના કરાયા રેસક્યું - Python in Banej village

વડોદરામાં ત્રણ દિવસમાં 2 મોટા અજગરનું રેસ્ક્યુ (Python rescue operation in Vadodara) કરવામાં આવ્યા છે. વડોદરામાંથી એક સાડા સાત ફૂટનો અજગર પકડી તેમજ એક 10 ફૂટના અજગરનું રેસ્ક્યુ કરાયું છે, ત્યારે આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે. (Rescue of 2 pythons in Vadodara)

મગરો બાદ હવે શું અજગરોનું શહેર તરીકે ઓળખાશે આ નગર, બે અજગર પકડ્યા
મગરો બાદ હવે શું અજગરોનું શહેર તરીકે ઓળખાશે આ નગર, બે અજગર પકડ્યા

By

Published : Sep 23, 2022, 10:02 AM IST

વડોદરા હાલના સમયમાં વન્યજીવો કે વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તારોમાં દેખાતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. જેને લઈને રેસ્કયુ ટીમો 24 કલાક કામગીરી કરતી હોય છે, ત્યારે વડોદરા શહેરમાં આવેલા આજુબાજુના ગામોમાં છેલ્લા ત્રણ દિવસમાં 2 મોટા અજગર પકડી પાડવામાં આવ્યા છે.(Python rescue operation in Vadodara)

વડોદરામાં બે મોટા અજગરનું સલામત રેસ્ક્યુ કરાયા

અજગરનું રેસ્કયુ ગામડાઓમાં વન્યજીવ વધારે જોવા મળે છે. જે માણસો માટે મુશ્કેલી બની શકે તેમ છે. ત્યારે ત્રણ દિવસમાં 2 અજગરો પકડી પાડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વડોદરા શહેરમાં કામ કરતી NGOના ગુજરાત SPC એના રાજભાવસારને વાઘોડીયા તાલુકામાં આવેલા રાવલ ગામ પાસે આવેલા જીઈબીના સબ સ્ટેશનમાંથી અજગર દેખાયો હોવાનું ફોન આવ્યો હતો. જેની જાણ ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. ત્યાં જઈને તપાસ કરતા એક સાડા સાત ફૂટનો અજગર મળી આવ્યો હતો. જેનું રેસ્ક્યુ કરીને પકડી પાડવામાં આવ્યો હતો. (Rawal GEB Sub Station Python)

નાની કેનાલમાં અજગર ગઈકાલે રાત્રે કાયાવરણની સીમા પાસે આવેલા બાણેજ ગામાંથી પણ ટીમ દ્વારા એક અજગર પકડી પાડવામાં આવ્યો હતો. જેમાં બાણેજ ગામના સરપંચ દ્વારા ટીમને ફોન કરી ખેતરમાં જવાના રસ્તા પાસે આવેલી નાની કેનાલમાં અજગર પડી ગયો હોવાની માહિતી આપવામાં આવી હતી. જેથી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યારબાદ તપાસ કરતા કેનાલમાં 10 ફૂટનો અજગર દેખાતાટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. (Python in Banej village)

10 ફૂટ લાંબો અજગર ટીમ દ્વારા 10 ફૂટ લાંબા અજગરને સાવચેતી પૂર્વક પકડી પાડવામાં આવ્યો હતો. ગામમાં અજગર દેખાયો હોવાની વાત વાયુવેગે ગામમાં ફેલાઈ ગઈ હતી. જેથી મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે અજગરને જોવા માટે ઉમટી પડ્યા હતા. જ્યાં લોકોએ 10 ફૂટ લાંબો અજગર જોતા આશ્ચર્યચકિત થયા હતા. Rawal GEB Sub Station Python, Rescue of 2 pythons in Vadodara

ABOUT THE AUTHOR

...view details