ગુજરાત

gujarat

ETV Bharat / city

નો ડિટેઇન પોલીસીની લઈને MS યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન - ms યુનિવર્સિટી ની હેડ ઓફિસ ખાતે પ્રદર્શન

MSU તે વિદ્યાર્થી વિકાસ પરિષદ દ્વારા નો ડિટેઇન પોલીસીને લઈ પોલિટેકનિક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ બાબતે ભૂતકાળમાં પણ રજૂઆત કરવામાં આવી હતી. protest in ms university, no detain policy, protest against No Detain Policy by Vidyarthi Vikas Parishad,

નો ડિટેઇન પોલીસીની લઈને MS યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન
નો ડિટેઇન પોલીસીની લઈને MS યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન

By

Published : Sep 7, 2022, 2:45 PM IST

વડોદરા :વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થી વિકાસ પરિષદ દ્વારા નો ડિટેઇન પોલીસીને લઈ પોલિટેકનિક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. (protest in ms university) બાદમાં વિદ્યાર્થી વિકાસ પરિષદના અગ્રણીઓ દ્વારા MSU હેડ ઓફીસ ખાતે ત્રણ કે તેથી વધુ વિષયમાં નાપાસ થાય તો ડિટેઇન કરવામાં આવે છે, આ બાબતને લઈ રજુઆત કરવામાં આવી હતી. (no detain policy)

વિદ્યાર્થી અને સિક્યુરિટી વચ્ચે ઘર્ષણ- વિદ્યાર્થી વિકાસ પરિષદ દ્વારા ઓનલાઈન પરીક્ષાને કારણે ઘણા વિદ્યાર્થીઓ ડિટેઇન થયા છે, જેના કારણે તેમને આખું વર્ષ બગડી રહ્યું છે, આ બાબતે ભૂતકાળમાં પણ રજૂઆત કરવામાં આવી હતી. જેને લઇ સિન્ડિકેટ દ્વારા વિદ્યાર્થીઓને તરફેણમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. છતાં પણ નો ડીટેન પોલીસી અંગે જાહેરાત કરવામાં આવી નથી. જેને લઈને વિદ્યાર્થી વિકાસ સંઘના નેજા હેઠળ પોલિટેકનિક ખાતે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. દરમિયાન વિદ્યાર્થી અને સિક્યુરિટી વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા.

સત્તાધીશોની બેદરકારીમાં વિદ્યાર્થીઓ પીસાયા- નો ડિટેઇન પોલીસી નો સિન્ડિકેટમાં પાસ થયેલા મુદ્દા પર નોટિફિકેશન જાહેર કરી જે વિદ્યાર્થીઓને ડિટેઇન કરવામાં આવ્યા છે, તેમને આગળના વર્ષમાં પ્રવેશ આપવામાં આવશે તેવી વાત કરવામાં આવી હતી. ત્યાર બાદ ફરી એકવાર આ પોલીસીને લાગુ ન કરાતા આજે વિદ્યાર્થી વિકાસ પરિષદ દ્વારા અધિકારીઓની બેદરકારીના કારણે આજે વિદ્યાર્થીઓને આખું વર્ષ બગડી રહ્યું છે તે આક્ષેપો સાથે યુનિવર્સિટી ની હેડ ઓફિસ ખાતે પ્રદર્શન સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details