ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા: એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને NSUI દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન - NSUI President

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એફ.વાય.બીકોમના એડમિશનમાં SC, ST અને OBC તેમજ EBCના વિદ્યાર્થીઓ સાથે થઈ રહેલા અન્યાય મુદ્દે NSUI દ્વારા આજે અનોખો વિરોધ કરાયો હતો. NSUIના કાર્યકરોએ રજિસ્ટ્રારના પગે પડીને રડતા રડતા ન્યાય આપવા માટે માગ કરી હતી.

એમ એસ યુનિવર્સિટી
એમ એસ યુનિવર્સિટી

By

Published : Dec 19, 2020, 4:44 PM IST

  • એમ.એસ.યુનિવર્સીટીમાં NSUI દ્વારા વિરોધ પ્રદર્શ કરાયું
  • વિદ્યાર્થીઓના પડતર પ્રશ્ને કરાયું અનોખું વિરોધ પ્રદર્શન
  • રજૂઆત કરવા ગયેલા NSUI પ્રમુખ રડી પડ્યા

વડોદરા: વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એફ.વાય.બીકોમના એડમિશનમાં SC, ST અને OBC તેમજ EBCના વિદ્યાર્થીઓ સાથે થઈ રહેલા અન્યાય મુદ્દે NSUI દ્વારા આજે અનોખો વિરોધ કરાયો હતો. NSUIના કાર્યકરોએ રજિસ્ટ્રારના પગે પડીને રડતા રડતા ન્યાય આપવા માટે માગ કરી હતી.

વિદ્યાર્થીઓના પડતર પ્રશ્ને કરાયું અનોખું વિરોધ પ્રદર્શન

એમ.એસ.યુનિવર્સિટીમાં ચાલુ વર્ષના એફ.વાય.બીકોમના વિદ્યાર્થીઓ સાથે યુનિવર્સિટી દ્વારા પ્રવેશ પ્રક્રિયામાં અન્યાય કરવામાં આવ્યો છે. જેમાં યુનિવર્સિટી દ્વારા એસટી, એસસી, એસઈબીસી અને ઈએસડબ્લ્યુના વિદ્યાર્થીઓને ખોટી રીતે હાયર પેમેન્ટ સીટમાં એડમિશન આપવામાં આવ્યા હોવાના NSUI દ્વારા આક્ષેપ થયા છે. જેના કારણે વિદ્યાર્થીઓને વધારે ફી ભરવાનો વારો આવ્યો છે. જે વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા હાયર પેમેન્ટમાં એડમિશન આપવામાં આવ્યું છે, તે તમામ વિદ્યાર્થીઓને મેઈન બિલ્ડીંગ કે ગર્લ્સ બિલ્ડિંગમાં એડમિશન આપવામાં આવે તેવી માગ NSUI દ્વારા કરવામાં આવી છે.

વહેલી તકે ઉકેલ નહીં આવે તો આંદોલનની NSUIની ચીમકી

આ ઉપરાંત એમ.એસ.યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ સાથે છેલ્લા કેટલાક સમયથી અન્યાય કરવામાં આવી રહ્યો છે. જેમાં ઓનલાઇન પરીક્ષા, રિઝલ્ટ નહીં આવવા, ટેબલેટ વિતરણ, 1 હજાર રૂપિયા પરત આપવામાં આવતા નથી. આવા અનેક મુદ્દા ઉપર યુનિવર્સિટીના સત્તાધીશો મૌન સેવી રહ્યા છે. એનએસયુઆઈ દ્વારા એસટી, એસસી, એસઈબીસી અને ઈએસડબ્લ્યુના વિદ્યાર્થીઓને તાત્કાલિક મેઈન બિલ્ડિંગમાં પ્રવેશ આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ વિદ્યાર્થીઓ સાથે થઈ રહેલા અન્યાય અંગે સત્તાધિશો દ્વારા વહેલીતકે ઉકેલ લાવવામાં નહીં આવે તો NSUI દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. એનએસયુઆઈ પ્રમુખ વ્રજ પટેલે રડતા રડતા મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી અને રજિસ્ટ્રારને આવેદન આપ્યા બાદ યુનિવર્સિટી કામ નથી કરતી તેવા આક્ષેપો ક્યાં હતા. બીજી બાજુ રજિસ્ટ્રાર કે.એમ. ચુડાસમાએ વિદ્યાર્થીઓના પગે પડીને અને રડીને રજૂઆત કરવાના કાર્યક્રમને ગંભીરતાથી લીધી ન હતી. વિદ્યાર્થીઓની રજૂઆતને ગંભીરતાથી લેવાને બદલે સામાન્ય રીતે લેતા વિદ્યાર્થીઓ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details