વડોદરા:યુથ કોંગ્રેસ દ્વારા ભાજપ કાર્યાલયમાં મહાભારત ગ્રંથ અને કૃષ્ણ ભગવાનના ધાર્મિક પુસ્તકો અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પોરબંદરના માધવપુરમાં ઐતિહાસિક લોકમેળો શ્રીકૃષ્ણ અને રૂકમણી લગ્નપ્રસંગની ઝાંખી કરાવે છે. ત્યારે આ મેળામાં પહોંચી ગયેલા સી.આર. પાટીલે પોતાના સંબોધનમાં ભાંગરો વાટ્યો(CR Patil controversial statement ) હતો. સંબોધનની શરૂઆતમાં એમણે કૃષ્ણ અને રુક્મણીના(krishna rukmini relationship ) બદલે કૃષ્ણ અને સુભદ્રાના લગ્ન થયા હોવાનું બોલ્યા હતા. ત્યારબાદ એક કાર્યકર સ્ટેજ પર આવી કંઈક કાનમાં કહી ગયા બાદ પાટીલે રૂકમણીનો ઉલ્લેખ કર્યો હતો. હવે આ બાબતે વિવાદ વધી રહ્યો છે. CR પાટીલના નિવેદનનો વડોદરા યુથ કોંગ્રેસએ વિરોધ(congress protest in Vadodara) નોંધાવ્યો છે. તેમણે કહ્યું કે, જેમને એ ખબર નથી કે ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રાજીનો સંબંધ(krishna subhadra relationship) શું છે. તે આજે હિન્દુ ધર્મના દારો બનીને ફરે છે.
આ પણ વાંચો:Protest against Vaghani : જીતુ વાઘાણીના શિક્ષણ વિશેના નિવેદનથી વાલીઓમાં ભારે રોષ