ગુજરાત

gujarat

ETV Bharat / city

Protect animal from Summer heat: કમાટીબાગ પ્રાણીસંગ્રહાલયમાં પ્રાણીઓને ગરમીથી બચાવવા પિંજરા માટે ખાસ કરવામાં આવી વ્યવસ્થા - પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓમાં પાણીનો છંટકાવ

કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે મૂંગા પ્રાણીઓ(Protect animal from Summer heat) માટે કમાટીબાગ પ્રાણીસંગ્રહાલયમાં વિશેષ વ્યવસ્થા(speacial arrangements for animal protection) કરવામાં આવી છે. આ સ્થિતિમાં ઘર અને કાર્યસ્થળમાં એર કન્ડીશનીંગના એક માત્ર વિકલ્પ છે. જ્યારે બીજી તરફ પ્રાણી સંગ્રહાલય મુંગા પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી બચાવવા પાણીનો છટકાવ અને બરફની પાટો મુકી કાળજી લેવાય રહી છે.

Protect animal from Summer heat: કમાટીબાગ પ્રાણીસંગ્રહાલયમાં પ્રાણીઓને ગરમીથી બચાવવા પિંજરા માટે ખાસ કરવામાં આવી વ્યવસ્થા
Protect animal from Summer heat: કમાટીબાગ પ્રાણીસંગ્રહાલયમાં પ્રાણીઓને ગરમીથી બચાવવા પિંજરા માટે ખાસ કરવામાં આવી વ્યવસ્થા

By

Published : Apr 13, 2022, 6:10 PM IST

વડોદરા: કમાટીબાગ પ્રાણીસંગ્રહાલયમાં પ્રાણીઓને ગરમીથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા(speacial arrangements for animal protection) કરવામાં આવી છે. જેમાં પ્રાણીઓ અને પક્ષીઓના પિંજરામાં બરફની લાદી મૂકી તેમજ પાણીનો છંટકાવ કરાયો હતો. પ્રાણીસંગ્રહાલયના પ્રાણીઓને ઠંડક મળી રહે તે માટેની સતત કાળજી લેવાય રહી છે. આ કાળઝાળ ગરમીમાં(heat days protection arrangements) લોકો ત્રાહિમામ પોકારી રહ્યા ત્યારે સૌ કોઇ ગરમીથી બચવા માટે પ્રયાસ કરી રહ્યા છે. આ સંજોગોમાં ઘર અને ઓફિસમાં AC ચાલુ થઇ ગયા છે. પરંતુ મૂંગા પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી બચાવવા માટે કમાટીબાગ પ્રાણીસંગ્રહાલયમાં તૈયારી હાથ ધરવામાં આવી છે.

કમાટીબાગ પ્રાણીસંગ્રહાલયમાંમુંગા પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી બચાવવા પાણીનો છટકાવ અને બરફની પાટો મુકી કાળજી લેવાય રહી છે.

આ પણ વાંચો:અમદાવાદમાં ગરમીને લઈ પ્રાણીઓ,પક્ષીઓ અને સરીસૃપો માટે ખાસ વ્યવસ્થા

પ્રાણીઓને ઠંડક માટે બરફની પાટ અને પાણીને છટકાવ -વડોદરા કમાટીબાગ પ્રાણીસંગ્રહાલયમાં પ્રાણીઓને ઠંડક મળી રહે તે માટે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. તેમજ પ્રાણી પાસે બરફ મૂકી ગરમીથી રાહત અપાઇ રહી છે. વાઘ, સિંહ, દીપડા જેવા પ્રાણીઓને પાણીનો છંટકાવ(water spray in zoo animals) કરીને ગરમી સામે રક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે હિમાલીયન રીંછ(bear lives in cooler place) જેવા પ્રાણીઓ ઠંડકની વધારે જરુર હોવાથી તેના પાસે બરફની પાટો મુકીને ઠંડક અપાઇ રહી છે.

આ પણ વાંચો:Asia Sakkarbagh Zoo: લુપ્ત થતી પ્રજાતિઓને અટકાવા સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયના અધિકારીઓ તત્પર

પ્રાણીઓ અને જોવા આવતા સહેલાણીઓ માટે ખાસ વ્યવસ્થા - પ્રાણીસંગ્રહાલયમાં રાખવામાં આવેલ પ્રાણીઓ અને પક્ષીઓને ઠંડક મળી રહે તે માટેની સતત કાળજી અને ધ્યાન દેવામાં આવી રહી રહ્યું છે. દર વર્ષે ઉનાળામાં પ્રાણીઓને(zoo animals during summer season) અને પ્રાણીસંગ્રહાલયમાં જોવા આવતા સહેલાણીઓને પણ ઠંડક મળી રહે તે માટે ગરમીથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. છેલ્લા એક સપ્તાહથી 40 ડિગ્રી ઉપર ગરમીનો પારો છે. સતત વધી રહેલી ગરમીમાં પ્રાણી-પક્ષીઓની હાલત કફોડી બની ગઇ છે. આગામી દિવસોમાં ગરમીનો કહેર વધે તેવી શક્યતાઓ છે. ત્યારે કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણી-પક્ષીઓને ગરમીથી રક્ષણ આપાય રહ્યુ છે.

ABOUT THE AUTHOR

...view details