વડોદરા: શહેરના મુંજમહુડા વિસ્તારના સિલ્વર આર્કેડ કોપ્લેક્ષમાં વિપુલગીરી ચતુરગીરી ગોસ્વામી પરપ્રાંતિય યુવતીઓ પાસે દેહવ્યાપાર કરાવતો હોવાની બાતમી મળી હતી. જે આધારે જે.પી. પોલીસે મોડી રાત્રે દરોડા પાડ્યો હતા. જેમાં સૂત્રધાર વિપુલગીરી ગોસ્વામી મળ્યો નહોતો પરંતુ, તેનો સાગરીત અને કુટણખાનાનો સંચાલક મહંમદ રઝાઉલ ઉર્ફે બબલુ અબ્દુલ કરીમ શેખ રહે.પશ્ચિમ બંગાળ તેમજ નેપાળ અને રાજસ્થાનની રહેવાસી 4 યુવતીઓ અને ભાવેશ ગોવિંદભાઈ રાઠોડ, મેહુલ વિઠ્ઠલભાઈ રાઠોડ અને વિશાલ વિષ્ણુભાઈ દવે ઝડપાયા હતા.
વડોદરામાં મંજુમહુડા વિસ્તારમાંથી પોલીસે કુટણખાનું ઝડપી પાડ્યું - પોલીસની પ્રાથમિક પુછપરછ
વડોદરા શહેરના મુંજમહુડા વિસ્તારના સિલ્વર આર્કેડ કોમ્લેક્ષમાં ચાલતું કુટણખાનું પોલીસે ઝડપી પાડ્યું હતું. પોલીસે નેપાળ અને રાજસ્થાનની 4 યુવતીઓ, 3 ગ્રાહક અને સંચાલક સહિત 8 વ્યક્તિઓની ધરપકડ કરી હતી.
etv bharat
પોલીસની પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતુ કે, નેપાળ અને રાજસ્થાનની 4 યુવતીઓને બોલાવીને વિપુલગીરી ગોસ્વામીએ દેહવ્યાપાર શરૂ કર્યો હતો. પોલીસે 8 શખ્સોની ધરપકડ કરી કુલ રૂ.5 લાખ 70 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે.પી. પોલીસે વિપુલગીરી ગોસ્વામીને વોન્ટેડ જાહેર કરી બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.