વડોદરા- વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને ફરી એક વખત શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુનિવર્સિટીની બોઇઝ હોસ્ટેલમાં (MSU Boys Hostel ) વિદ્યાર્થીઓ નશો કરેલી હાલતમાં(Prohibition case in Maharaja Sayajirao University) મળી આવતા સયાજીગંજ પોલીસે (Sayajiganj Police of Vadodara)બન્ને વિદ્યાર્થીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. એક તરફ રાજ્ય સરકાર યુવા પેઢીને ડ્રગ્સના દૂષણથી બચાવવા માટે દિવસ રાત એક કરી રહીં છે ત્યારે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં છૂટથી દારુ મળે (Claim of Strict Liquor Ban ) છે અને પીવાય પણ છે તે વાતને નકારી શકાય તેમ નથી.
બન્ને વિદ્યાર્થીઓની અટકાયત -વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના લાલબહાદુર શાસ્ત્રી બોઇઝ હોસ્ટેલના(MSU બોઇઝ હોસ્ટેલ ) રૂમ નં-14માં દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમી સયાજીગંજ પોલીસના (Sayajiganj Police of Vadodara)એ.એસ.આઇને મળી હતી. જેથી તેઓ સ્થળ ઉપર પહોંચતા યુનિવર્સિટીના વિજિલન્સનો સ્ટાફ તેમને મળ્યો હતો. બાતમીના આધારે પોલીસે એલ.બી.એસ હોસ્ટેલના રૂમ નં-14માં પહોંચી તપાસ કરતા આદર્શસિંગ અને વિજય મેરોઠા (MSU Boys Hostel) નામના બે વિદ્યાર્થીઓ દારૂના નશામાં ચૂર હાલતમાં મળી આવ્યાં હતાં. જેથી આ બન્ને વિદ્યાર્થીઓની અટકાયત કરી સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યાં હતાં.