- વડોદરામાં શાળાઓ શરૂ કરવા શાળા સંચાલકોની માગ
- ધોરણ 9થી 11ના વર્ગો ખોલવા પરવાનગી આપવામાં આવે
- રાજ્યભરમાં માત્ર શાળાઓ સિવાય તમામ ધંધા રોજગાર શરૂ થયા તો શાળાઓ કેમ નહીં ?
વડોદરા: રાજ્યભરમાં કોવિડ 19ની બીજી લહેર નબળી પડી છે અને કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા સરકારની ગાઈડલાઈન પ્રમાણે તમામ ધંધા રોજગાર, કોલેજ સહિત ખાનગી કોચિંગ ક્લાસીસ અને ધાર્મિક સ્થળો ખોલવા મંજૂરી આપી હતી. બીજી તરફ શાળાઓમાં વર્ગો શરૂ કરવા પરવાનગી નહીં મળતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય તેમજ તેમનામાં કેળવાયેલી શિસ્તમાં પણ ઘણો ફેરફાર થવા લાગ્યો છે. ત્યારે વડોદરાના ખાનગી શાળાઓના 100થી વધુ સંચાલકોએ એકત્ર થઈ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે ધોરણ 9થી 12 સુધીના વર્ગો શરૂ કરવા માગ કરી હતી.
આ પણ વાંચો: સરકાર દ્વારા કોચિંગ ક્લાસ ખોલવાની મંજૂરી મળતા શાળાઓ શરૂ કરવા ઊઠી માંગ
અમુક વિષયો ઓનલાઈન ભણાવવા મુશ્કેલ
વડોદરાની એક ખાનગી શાળાના આચાર્ય પરેશભાઈ શાહે ETV Bharat સાથે કરેલી ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આવેદનપત્ર આપવાનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે, સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પછી કોરોનાના કેસ ઘડવા માંડ્યા છે. ઘણી બધી બાબતો એવી છે કે, જે અનલોક થઈ છે પણ શિક્ષણની અંદર ખાસ કરીને ધોરણ 9, 10 અને 11 આ ત્રણ ધોરણ એવા છે કે જ્યાં વિદ્યાર્થીઓની કારકિર્દીનું ઘડતર થતું હોય છે. ઓનલાઇન શિક્ષણ તો બધા મેળવી રહ્યા છે. પરંતુ ગણિત, વિજ્ઞાન, એકાઉન્ટ, સ્ટેટેસ્ટિક, ફિઝિકસ, કેમેસ્ટ્રી બાયોલોજી જેવા વિષયો જેમાં બ્લેકબોર્ડ ઉપર વિદ્યાર્થીઓ સારી રીતે ભણી શકે તેમજ વન ટુ વન ભણાવી શકાય. વિદ્યાર્થીઓના પ્રશ્નો જ્યારે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ પૂછે ત્યારે તેના અમે જવાબ આપી શકીએ છીએ.
આ પણ વાંચો: વડોદરામાં આજથી શાળાઓ શરૂ કરાઈ, પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની સંખ્યા નહિવત
આવેદનપત્ર પાઠવીને કરાઈ રજુઆત
છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થી પ્રશ્નો પૂછતો બંધ થઈ ગયો છે. કારણ કે, ઓનલાઇન શિક્ષણ શરુ થયું છે. બીજી તરફ વિદ્યાર્થીઓની આદતોમાં ઘણો ફેરફાર આવ્યો છે. ઓનલાઈન સિસ્ટમમાં વિદ્યાર્થીઓને અડધો કલાક માટે બેસવાનું હોય તો બેસી નથી શકતા. જો આવું રાબેતા મુજબ ચાલુ રહેશે તો વિદ્યાર્થીનું ઘડતર કાચુ રહી જશે. હાલ કોરોનાના કેસ ઘટ્યા છે, ત્યારે આગામી માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા લેવાની હોય તો કામના દિવસો ઘણા ઓછા રહેશે. સરકાર પાસે તેમજ શિક્ષણ વિભાગ પાસે એક વિનંતી કરી છે જેમાં મુખ્ય મુદ્દો એવો છે કે, સરકારની SOPનું પાલન કરવામાં આવે સાથે વાલીઓની પૂરેપૂરી સંમતિ હોય તે વિદ્યાર્થીઓના હિતમાં છે અને વાલીઓના પણ હિતમાં છે અને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી હતી.