વડોદરા : શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી હોસ્પિટલ અનેકવખત ચર્ચામાં રહી છે. જ્યાં સારવાર લઈ રહેલ દર્દીના દાગીનાની ચોરી બાદ સોમવારે વધુ એક વખત પ્રેમદાસ જલારામ હોસ્પિટલ ચર્ચામાં આવી છે. હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલ અને સારવાર દરમિયાન મોતને ભેટેલા દર્દીના સ્વજનોને 10 દિવસની સારવારનું બિલ સાડા ચાર લાખ રૂપિયા આપતા મામલો ગરમાયો હતો.
વડોદરાની હોસ્પિટલે કોરોનાના દર્દીના પરિવાર પાસેથી કરી ઉઘાડી લૂંટ, સાડા ચાર લાખનું બિલ પકડાવ્યું - કોરોનાની સારવાર
વડોદરાની પ્રેમદાસ જલારામ હોસ્પિટલ ફરી એકવખત ચર્ચામાં આવી છે. હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલ અને સારવાર દરમિયાન મોતને ભેટેલા દર્દીના સ્વજનોને દસ દિવસની સારવારનું બિલ સાડા ચાર લાખ રૂપિયા આપતા મામલો ગરમાયો હતો.
વડોદરા સહિત રાજ્યભરમાં દિન-પ્રતિદિન કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે ખાનગી હોસ્પિટલો દ્વારા કોરોનાની સારવારના નામે લૂંટફાટ ચલાવવામાં આવી રહી છે.વધુ એક કિસ્સો વડોદરા શહેરના પ્રેમદાસ જલારામ હોસ્પિટલમાં જોવા મળ્યો છે. જ્યાં 10 દિવસ પૂર્વે કોરોનાની સારવાર અર્થે દાખલ થયેલ દર્દીનું સોમવારે મોત થયું હતુ. હોસ્પિટલ દ્વારા દર્દીના પરિવાર પાસેથી રૂપિયા સાડા ચાર લાખનું બિલ આપવામાં આવ્યું હતું.
જે બિલ ને લઇ દર્દીના સ્વજનો માટે બળતામાં ઘી હોમવા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. એક તરફ સરકાર દ્વારા કોરોનાની સારવાર લોકોને મળી રહે તેના હેતુસર સારવાર ખર્ચ નિયંત્રણની વાતો થઇ રહી છે. તો બીજી તરફ આજે પણ હોસ્પિટલોમાં સારવારના નામે મોટી ફી વસૂલાય છે .તેવા આક્ષેપ ભાજપના પૂર્વ નગરસેવક નીતિન પટેલે કર્યા છે.