- વડોદરા સયાજી હોસ્પિટલમાં મહેંદી પેથાણીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ
- મહેંદીના પિતા મહેબુબભાઇ પેથાણી પહોંચ્યાં હોસ્પિટલ
- પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા મહેંદીનો મૃતદેહ તેના પિતાને સોંપવામાં આવશે
વડોદરાઃ સયાજી હોસ્પિટલમાં મહેંદી પેથાણીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ (Postmortem of Mehndi Pethani) કરવામાં આવી રહ્યું છે. ત્યારે મહેંદીના પિતા મહેબૂબભાઈ (Mehndi alias Heena Pethani's father ) હોસ્પિટલ આવી પહોંચ્યાં હતાં. પેનલ પોસ્ટમોર્ટમ થયા મહેંદીનો મૃતદેહ તેના પિતાને સોંપવામાં આવશે. કોઝ ઓફ ડેથ અને હત્યાનું કારણ પોસ્ટમોર્ટમ (Postmortem) રિપોર્ટ બાદ બહાર આવશે. ત્યારે મહેંદીના પિતા મહેબૂબભાઈએ જણાવ્યું હતું કે પોલીસ મને મૃતદેહ સોંપશે એટલે હું અમદાવાદ જઇને તેની દફનવિધિ કરીશ. બાળક કોને મળે એ સરકાર નક્કી કરશે. હું 3 દિવસથી પરેશાન છું. હું જ નહીં પણ એ છોકરાને 400 લોકો લેવા તૈયાર છે. મારી પુત્રીની હત્યા કરનારને મોટામાં મોટી સજા મળે એવા પ્રયાસ થવા જોઇએ. હું મેજિસ્ટ્રેટ નથી, હત્યારાને ભગવાન સજા આપશે. પોલીસે સારામાં સારી કાર્યવાહી કરવી જોઇએ.
પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા પછી મહેંદીનો મૃતદેહ તેના પિતાને સોંપવામાં આવશે ઘટનાક્રમ અમદાવાદની બાથરૂમ ટાઇલ્સની કંપની પોલારમાં સચિન નોકરી કરતો હતો અને મહેંદી આ જ કંપનીના ડીલરને ત્યાં નોકરી કરતી હતી. બંને વચ્ચે પરિચય થયા બાદ પ્રેમ થયો હતો અને તેઓ લિવ-ઇન રિલેશનશિપમાં રહેતાં હતાં. 10 મહિના પહેલાં મહેંદીએ બાળકને જન્મ આપ્યો હતો. બે માસ પહેલાં વડોદરામાં ખોડિયારનગર પાસેના દર્શનમ ઓએસિસ નામના બિલ્ડિંગમાં ભાડેથી રહેવા બંને આવ્યાં હતાં. ત્યાર બાદ છેલ્લા સપ્તાહમાં સચિનને યુપીના ઝાંસી ખાતે પ્રસંગમાં હાજરી આપવા જવાનું હોવાથી બંને વચ્ચે ઝાંસી જવાના મુદ્દે ઝઘડો થયો હતો. જેમાં મહેંદીએ સચિનને ઝાંસી જવાની ના પાડી દીધી હતી અને તું જતો રહીશ તો મારું શું થશે તેમ કહી તેણે વિરોધ કર્યો હતો. 8 તારીખે બંને વચ્ચે ઝઘડો થયા બાદ ઝપાઝપી થઇ હતી, જેમાં સચિને મહેંદીનું ગળું દબાવી હત્યા કરી મૃતદેહને સૂટકેસમાં પેક કરીને રસોડામાં સિલિન્ડર મૂકવાના ભાગે મૂકી દીધી હતી. ત્યાર બાદ બાળકને લઇને તેનાં માતાપિતા પાસે ગાંધીનગર આવવા નીકળી ગયો હતો અને રાતના સુમારે પેથાપુર ગૌશાળા પાસે તેને મૂકી પોતાના ઘેર જતો રહ્યો હતો અને સવારે તે પરિવાર સાથે યુપી જવા રવાના થયો હતો.
આ પણ વાંચોઃ ગાંધીનગર કોર્ટે તરછોડાયેલા બાળકના પિતા અને આરોપી સચિન દિક્ષિતના 14 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા, જાણો, આ સમગ્ર ઘટનાક્રમ
આ પણ વાંચોઃ Gandhinagar Bar Association: સચિન દીક્ષિતના કેસમાં વકીલોએ અળગા રહેવાનો નિર્ણય કર્યો