ગુજરાત

gujarat

ETV Bharat / city

મધ્ય ગુજરાતમાં બાજી બદલવામાં આદિવાસી મતદારોની મુખ્ય ભૂમિકા, તો AAP બનશે મુખ્ય વિલન - Aam Aadmi Party Gujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) ગણતરીના મહિના બાકી છે. ત્યારે આ વખતે મધ્ય ગુજરાતની 61 બેઠકો પર પણ વિશેષ ધ્યાન (Central Gujarat Assembly Seats) રાખવામાં આવશે. આ બેઠકો પર આદિવાસી મતદારો હંમેશા ટ્રેન્ડસેટર (Tribal votes) રહ્યા છે. ત્યારે આવો જાણીએ આ બેઠકો અંગે રાજકીય વિશ્લેષકોનું (Political Experts) શું કહેવું છે.

મધ્ય ગુજરાતમાં બાજી બદલવામાં આદિવાસી મતદારોની મુખ્ય ભૂમિકા, તો AAP બનશે મુખ્ય વિલન
મધ્ય ગુજરાતમાં બાજી બદલવામાં આદિવાસી મતદારોની મુખ્ય ભૂમિકા, તો AAP બનશે મુખ્ય વિલન

By

Published : Oct 14, 2022, 1:49 PM IST

Updated : Oct 14, 2022, 5:31 PM IST

વડોદરારાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈને રાજકીય પાર્ટીઓએ ચૂંટણી પ્રચાર તેજ કરી દીધો છે. સાથે જ રાજકીય પાર્ટીઓ ગ્રામ્ય અને શહેરી સ્તરે ગ્રાઉન્ડ ઝીરો લેવલે કામગીરી કરી રહી છે. ત્યારે આ વખતે મધ્ય ગુજરાતની (Central Gujarat Assembly Seats) 61 બેઠક પર પણ રાજકીય પાર્ટીઓની ચાંપતી નજર રહેશે. આ બેઠકો જીતવા માટે ગ્રામ્ય વિસ્તાર ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. અહીં આદિવાસી મતદારો ટ્રેન્ડ સેટરની (Tribal votes) ભૂમિકામાં જોવા મળે છે. આ વિસ્તારમાં અમદાવાદ, વડોદરા, આણંદ જેવો પચરંગી વસ્તી ધરાવતો શહેરી વિસ્તાર પણ છે અને આદિવાસી વસ્તી બહુલ જિલ્લાઓ પણ છે. ત્યારે મધ્યગુજરાતને ચૂંટણીના કેલિડોસ્કોપથી વિવિધ મુદ્દે તપાસીએ.

મધ્ય ગુજરાત વિધાનસભા બેઠકની ડેમોગ્રાફીગુજરાત વિધાનસભા બેઠકોની (Gujarat Election) વાત કરીએ તો, કુલ 61 બેઠકો મધ્ય ગુજરાતમાં આવેલી છે. તેમાંથી વડોદરામાં 10 , દાહોદમાં 6, આણંદમાં 7, અમદાવાદમાં 21, ખેડામાં 6, મહીસાગરમાં 3, પંચમહાલમાં 5 અને છોટાઉદેપુરમાં 3 એમ 8 જિલ્લા હાલમાં મધ્ય ગુજરાતમા (Central Gujarat Assembly Seats) સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ જિલ્લાઓમાં 61 સીટો વિધાનસભા ક્ષેત્રની આવેલી છે. આ સીટો પર હાલમાં ભાજપ પાસે 38 બેઠક છે. કોંગ્રેસ પાસે 22 બેઠક અને 1 બેઠક અપક્ષ પાસે છે.

અગાઉની ચૂંટણીનું પરિણામ

મધ્ય ગુજરાતની બેઠકોનું ગણિતગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election) માટે કુલ 182 બેઠકો પર મતદાન થશે, જે પૈકી મધ્ય ગુજરાતમાં કુલ 61 બેઠકો આવેલી છે. વિધાનસભાની ચૂંટણીમાં મધ્ય ગુજરાતની ચર્ચા (Central Gujarat Assembly Seats) વધુ રહેતી હોય છે. કારણ કે, અમદાવાદ અને વડોદરાને બાદ કરતાં આદિવાસી, ઓબીસી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના મતદારોને રિઝવવા રાજકીય પક્ષો (Gujarat Political Parties) વધુ જોર લગાવતા હોય છે. તેમ જ આદિવાસી વિસ્તારમાં જાહેરસભા અને રોડ શૉ, તેમ જ ગામડેગામડે ખાટલા બેઠક સહિતનો પ્રચાર (Gujarat Election Campaign) ત્યાં વધુ થાય છે.

મધ્ય ગુજરાતની 61 બેઠકો પર કુલ મતદાર સંખ્યા મધ્ય ગુજરાતની મતદાર સંખ્યા જોઇએ તો ચૂંટણી પંચે જાહેર કરેલી આખરી મતદાર યાદીમાં નોંધાયેલી સંખ્યા મુજબ કુલ પુરુષ મતદાર 84, 51,000 છે અને મહિલા મતદારોની સંખ્યા 80, 17,000 છે. એટલે કે કુલ મતદાર સંખ્યા 1, 64, 73,000 મતદારો ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે નોંધાયા છે.

કુલ મતદારો

મધ્ય ગુજરાતનું જાતિગત સમીકરણગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election) સૌથી મહત્વની ભૂમિકા જાતિ સમીકરણ હોય છે. ત્યારે મધ્ય ગુજરાતની વાત (Central Gujarat Assembly Seats) કરીએ તો, તમામે 8 જિલ્લામાં સૌથી વધુ ઓબીસી જાતિ પ્રભુત્વ ધરાવે છે. જેમાં 28 જેટલી બેઠકો પર અસર વર્તાઈ શકે છે. ત્યારબાદ અનુસૂચિત જાતિ મધ્ય ગુજરાતની 15 જેટલી બેઠકો પર પ્રભુત્વ ધરાવે છે. તો અનુસૂચિત જનજાતિ વિવિધ બેઠકોમાં 5 બેઠકો પર પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. સાથે 5 જેટલી બેઠકો પર પાટીદાર જાતિ પોતાનું પ્રભુત્વ ધરાવે છે. હાલમાં જાતિ આધારિત સમીકરણ જીત મધ્ય ગુજરાતમાં (Central Gujarat Assembly Seats) ભાજપને વધુ નુકસાન થઈ શકે તેમ નથી. મધ્ય ગુજરાતમાં કેટલીય (Central Gujarat Assembly Seats) બેઠકો પર ઓબીસીનું વધુ પ્રભુત્વ છે અને આદિવાસી જ્ઞાતિનું પણ કેટલીક બેઠક પર વધુ પ્રભુત્વ છે. આ બેઠકો પર આદિવાસી જાતિ હોવાના કારણે ભારતીય જનતા પાર્ટીને વધુ નુકસાન થઈ શકે તેમ નથી. જેવી કે છોટા ઉદેપુર, પાવી જેતપુર, પંચમહાલ, દાહોદ, લીમખેડા આ બેઠકો પર વધુ મુશ્કેલી ભાજપને પડી શકે તેમ નથી.

બેઠક અનુસાર જાતિ સમીકરણઆ દ્રષ્ટિથી જોઇએ તો સૌથી પહેલાં અમદાવાદનો વિચાર કરવો પડે. અમદાવાદ જિલ્લાની કુલ 21 બેઠકો છે. જેમાં વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલીસબ્રિજ, નારણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપાનગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઈ, ધોળકા અને ધંધૂકાનો સમાવેશ થાય છે. વર્ષ 2017માં 15 બેઠકો પર ભાજપ જીત્યો હતો અને 6 બેઠકો પર કૉંગ્રેસ જીતી હતી. લેટેસ્ટ મતદાર યાદી (Voter List of Gujarat) પ્રમાણે અમદાવાદ જિલ્લાની કુલ 21 બેઠકો પર કુલ 59.93 લાખ મતદારો છે. જેમાં 31.17 લાખ પુરુષ મતદારો છે, 28.75 લાખ મહિલા મતદારો (Ahmedabad Assembly Seats) છે અને 211 થર્ડ જેન્ડર મતદારો છે.

વડોદરાજિલ્લાની કુલ 10 બેઠકો છે. જેમાં સાવલી, વાઘોડિયા, ડભોઈ, વડોદરા સિટી, સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા અને કરજણનો સમાવેશ થાય છે. 2017ની ચૂંટણી પરિણામ આવ્યા તેમાં 8 બેઠક પર ભાજપ જીત્યું હતું અને 2 બેઠક પર કોંગ્રેસ જીત્યું હતું. છેલ્લા મતદાર યાદી પ્રમાણે વડોદરા જિલ્લામાં (Vadodara Assembly Seats) કુલ 26.02 લાખ મતદારો નોંધાયેલા છે, જેમાંથી 13.31 લાખ પુરુષ મતદારો, 12.70 લાખ મહિલા મતદારો અને 223 થર્ડ જેન્ડર મતદારો છે.

આણંદજિલ્લામાં કુલ 7 બેઠકો છે. જેમાં ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ અને સોજિત્રાનો સમાવેશ થાય છે. 2017ની ચૂંટણીમાં 2 બેઠક પર ભાજપ અને 5 બેઠક પર કોંગ્રેસનો કબજો હતો. અપડેટ થયેલી મતદાર યાદી પ્રમાણે આણંદ જિલ્લામાં કુલ 17.64 લાખ મતદારો છે, જેમાં 9.03 લાખ પુરુષ મતદારો, 8.60 લાખ મહિલા મતદારો અને 130 ટ્રાન્સજેન્ડર મતદારો (Anand Assembly Seats) છે.

ખેડાજિલ્લામાં કુલ 6 બેઠકો (Kheda Assembly Seats) છે. તેમાં માતર, નડિયાદ, મહેમદાવાદ, મહુધા, ઠાસરા અને કપડવંજનો સમાવેશ થાય છે. 2017ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટાઈ હતી. 3 બેઠકો ભાજપ જીતી હતી અને 3 બેઠકો કોંગ્રેસ જીતી હતી. લેટેસ્ટ મતદારી યાદી પ્રમાણે ખેડા જિલ્લાનાં કુલ 16 લાખ મતદારો છે, જેમાં 8.16 લાખ પુરુષ મતદારો છે, 7.84 લાખ મહિલા મતદારો છે અને 87 ટ્રાન્સજેન્ડર છે.

દાહોદદાહોદ જિલ્લામાં કુલ 6 (Dahod Assembly Seats) બેઠકો છે, જેમાં ફતેહપુરા, ઝાલોદ, લિમખેડા, દાહોદ, ગરબાડા અને દેવગઢબારિયાનો સમાવેશ થાય છે. 2017ની ચૂંટણીમાં 3 બેઠક પર ભાજપ અને 3 બેઠક પર કોંગ્રેસ જીતી હતી. મતદાર યાદી પ્રમાણે જોઈએ તો દાહોદમાં કુલ 15.83 લાખ મતદારો નોંધાયેલા છે. જેમાં 7.85 લાખ પુરુષ મતદારો છે, 7.98 લાખ મહિલા મતદારો છે અને 25 ટ્રાન્સજેન્ડર મતદારો છે.

પંચમહાલપંચમહાલ જિલ્લાની વિધાનસભાની કુલ 5 (Panchmahal Assembly Seats) બેઠકો છે, જેમાં શહેરા, મોરવા હડફ, ગોધરા, કાલોલ અને હાલોલનો સમાવેશ થાય છે. 2017ની ચૂંટણીમાં 4 બેઠક ભાજપ જીત્યું હતું અને 1 બેઠક પર કોંગ્રેસ જીત્યું હતું. લેટેસ્ટ મતદારી યાદી પ્રમાણે જોઈએ તો કુલ 12.99 લાખ મતદારો છે, જેમાં 6.64 લાખ પુરુષ મતદારો છે, 6.34 લાખ મહિલા મતદારો છે અને 20 ટ્રાન્સજેન્ડર મતદારો છે.

મહીસાગરજિલ્લાની કુલ 3 બેઠક (Mahisagar Assembly Seats) છે, જેમાં બાલાસિનોર, લુણાવાડા અને સંતરામપુર બેઠકનો સમાવેશ થાય છે. 2017ની ચૂંટણી પરિણામમાં 1 બેઠક ભાજપ, 1 બેઠક કોંગ્રેસ અને 1 બેઠક અપક્ષ જીતી હતી. છેલ્લી મતદાર યાદી પ્રમાણે કુલ 8.14 લાખ મતદારો છે. જેમાં 4.16 લાખ પુરુષ મતદારો, 3.97 મહિલા મતદારો અને 16 થર્ડ જેન્ડર મતદારો છે.

છોટાઉદેપુરજિલ્લામાં કુલ 3 બેઠકો (Chhota Udepur Assembly Seats) છે, જેમાં છોટાઉદેપુર, જેતપુર અને સંખેડા બેઠકનો સમાવેશ થાય છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 1 બેઠક પર ભાજપનો વિજય થયો હતો અને 2 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. અપડેટ થયેલી મતદારી યાદી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લામાં કુલ 8.18 લાખ મતદારો નોંધાયેલા છે. જેમાં 4.19 લાખ પુરુષ મતદારો, 3.99 લાખ મહિલા મતદારો અને 8 ટ્રાન્સજેન્ડર મતદારો છે.

દાહોદજિલ્લામાં 72 ટકાથી વધુ આદિવાસી વસ્તી છે.દાહોદ જિલ્લાની 6 વિધાનસભા બેઠક છે, જે વિસ્તારમાં અંદાજે 72 ટકાથી વધુ આદિવાસી વસ્તી ધરાવતો પ્રદેશ છે. દેવગઢબારિયા તાલુકામાં ઓબીસીની વસ્તી વધારે છે. પંચમહાલમાં કુલ 5 બેઠક છે, જે વિસ્તારમાં પણ આદિવાસી મતદારો પણ ખૂબ મોટી સંખ્યામાં છે. મહીસાગર જિલ્લો ટ્રાયબલ વિસ્તાર છે. આ જાતિ સમીકરણમાં ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારને ઉભા રાખે છે.

મધ્ય ગુજરાતના મુદ્દાઓમધ્ય ગુજરાતના મુદ્દાઓ કુલ 61 બેઠકોને આવરી લેતો મધ્ય ગુજરાતનો વિસ્તાર અમદાવાદ વડોદરા આણંદ જેવા શહેરોના કારણે મોટી વસ્તીને આવરી લે છે ત્યારે સૌ નાગરિકો માટે કોમન મુદ્દો સિવિક સુવિધાઓનો છે. સારા માર્ગોની માગ હમણાંથી વધી છે કારણે કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતાં ત્યારે આ મુદ્દે સૌથી વધુ કામ કર્યું હતું જે બાદ ચોમાસાના વરસાદમાં રસ્તાઓની હાલત બગડી છે તે સમારકામ માગે છે. આ વિસ્તારોમાં મોટાપ્રમાણમાં ટ્રાન્સપોર્ટેશન જોવા મળે છે ત્યારે આ બહુ જ જરુરી બાબત બની જાય છે. બીજો મહત્ત્વનો મુદ્દો ઊનાળામાં પાણીની તંગીનો છે. સરકારે અનેક યોજનાઓ થકી ઘર ઘર પાણીની વાત કરી છે તેમ છતાં અંતરિયાળ વિસ્તારોમાં ખાસ તો આદિવાસી વિસ્તારોમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચે તેની અપેક્ષા હજુય ઊભી છે. વધતી જતી વસ્તી અને સરકારની યોજનાઓના માપ વચ્ચેનો તફાવત આ સમસ્યાને વધુ વિકટ બનાવી દે છે. નર્મદા યોજનાના નીરથી થતી જળઆપૂર્તિ છતાં ઔદ્યોગિત અને ઘરેલુ પાણીનું વિતરણ કરવામાં અસમાનતા ઉકેલાય તેવી પણ જનતાની અપેક્ષા છે. મધ્ય ગુજરાતમાં આદિવાસીબહુલ વિસ્તારોમાં પાયાની સુવિધાઓની સાથે સારી શિક્ષણ સંસ્થાઓનો મુદ્દો પણ છે.

ભાજપ, કોંગ્રેસ અને આપની પ્રચાર રણનીતિભાજપ આદિવાસીઓ માટેની યોજના (schemes for tribes) અને તેમને મળતા લાભની વાત કરે છે. કૉંગ્રેસે આદિવાસીઓ માટે શું કામ કર્યા અને હાલની તેમની સમસ્યા પર પ્રચાર કરે છે. આમ આદમી પાર્ટી શિક્ષણ, આરોગ્ય અને રોજગારીના મુદ્દાને લઈ પ્રચાર (Gujarat Election Campaign) કરી રહ્યો છે. ટૂંકમાં ત્રણેય પક્ષો પોતાના અલગ મુદ્દા લઈને મધ્ય ગુજરાતમાં (Central Gujarat Assembly Seats) પ્રચાર કરશે. જીત માટે ગ્રામ્ય વિસ્તાર ખૂબ મહત્વનો છે. શહેરી વિસ્તારને બાદ કરતાં તમામ રાજકીય પક્ષોને (Gujarat Political Parties) ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી પ્રચાર (Gujarat Election Campaign) વધુ કરવો પડે છે. જો કે ભાજપ સમર્થક વિસ્તાર છે તેમ છતાં આદિવાસી, ઓબીસી અને અનુસુચિત જનજાતિને આકર્ષવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તનતોડ મહેનત કરે છે. અમદાવાદ અને વડોદરામાં સૌથી વધુ બેઠકો છે. આ શહેરી વિસ્તારમાં તમામ જ્ઞાતિના લાકો વસે છે. અમદાવાદ અને વડોદરા એ શહેરોમાં વિકાસ ખૂબ થયો છે, જેથી ત્યાં ભાજપ સિવાય કોઈ વિચારી શકે તેમ નથી. શહેરી વિસ્તારના લોકોનો ઝોક ભાજપ તરફી રહ્યો છે. પણ ગ્રામ્ય વિસ્તારમાં અનુસુચિત જાતિ, મુસ્લિમ અને પ્યોર કૉંગ્રેસી હોય તેઓ જ ભાજપ વિરુદ્ધ મત આપે છે. અમદાવાદમાં પાટીદારોની સંખ્યા વધારે છે. પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારમાં ભાજપ ખૂબ મોટા માર્જિનથી જીતે છે.જોકે આપના પાટીદારોને ખેંચવાના પ્રયત્નો રંગ લાવે તો આ સંભાવના પાંખી બનશે.

મધ્ય ગુજરાતમાં રણનીતિ અંગે વિશેષજ્ઞોનો મતમધ્ય ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ અને આપની રણનીતિ અંગે વાત કરતાંરાજકીય તજજ્ઞ (Political Experts) ડોક્ટર જયેશ શાહે ETV Bharatને જણાવ્યું હતું કે, મધ્ય ગુજરાતમાં 8 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવે છે. વર્ષ 2017ના પરિણામમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને માર પડ્યો હતો. તેવો મધ્ય ગુજરાતમાં પડ્યો નહોતો. પરંતુ 2022 વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે. હાલમાં મધ્ય ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો દબદબો રહે તેવું હાલની તારીખમાં લાગતું નથી. જાતિગત સમીકરણોના આધારે ઉમેદવારો નક્કી થાય અને ત્યારબાદ ચોક્કસ કહી શકાય, પરંતુ હાલમાં ભારતીય જનતા પાર્ટીને મધ્ય ગુજરાતમાં 45થી 48 સીટો આરામથી જીતી શકે છે. કારણ કે, આ બેઠકો પર શહેરી અને નગર વિસ્તારમાં આવે છે. આ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસના અને ભાજપના વોટ કપાય છતાં પણ ભારતીય જનતા પાર્ટીને જીત મેળવવામાં કોઈ મુશ્કેલી નહીં પડે, તેવું સ્પષ્ટ છે.

મધ્ય ગુજરાતની 61 બેઠકો પર વિશેષ ધ્યાન

અપક્ષ તરફ જતાં મત ખેંચવાની વાતડોક્ટર જયેશ શાહે ખાસ જણાવ્યું કે જાતિગત સમીકરણમાં કૉંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી તેમાં દરેક જ્ઞાતિમાં પોતપોતાનું પ્રભુત્વ હોય છે. મધ્ય ગુજરાતમાં (Central Gujarat Assembly Seats) કૉંગ્રેસ પાસે પોતાના ડેડીકેટેડ 32 ટકા જ મતદારો છે. તે કોઈ પણ જગ્યાએ જઈ શકે તેમ નથી. તેવી જ રીતે ભારતીય જનતા પાર્ટી પાસે પોતાના 40 ટકા ડેડીકેટેડ મતદારો છે. તેઓ ક્યાંય જઈ શકે તેમ નથી. આમ, લડાઈ 25 ટકા મતદારોમાંથી 12 ટકા મતદારો અપક્ષ તરફ જઈ રહ્યા છે તેની છે. તો અન્ય મતદારો આમ આદમી પાર્ટીને મત આપે છે. તેમ છતાં ભાજપ કે કૉંગ્રેસને નુકસાન થઈ શકે તેમ નથી. ડૉ. જયેશ શાહે વધુમાં કહ્યું હતું કે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પાટીદારો સામે મધ્ય ગુજરાતના પાટીદારો ભારતીય જનતા પાર્ટીનું કમળ ક્યારે છોડ્યું નથી. 2012 અને 2017ની ચૂંટણીમાં પણ મધ્ય ગુજરાતમાં પાટીદારો હંમેશા ભારતીય જનતા પાર્ટી પાસે રહ્યા છે. ક્ષત્રિય હોય કે પાટીદાર જાતિગત સમીકરણ આધારે ભાજપને કોઈ ફરક પડશે નહીં. આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રીથી ચોક્કસ ભાજપને મહેનત કરવી પડશે, પણ પરિણામમાં વધુ ફરક પડશે નહીં.

વડોદરાની સ્થિતિ રાજકીય વિશ્લેષકની નજરેરાજકીય વિશ્લેષક અજય દવેએ ETV Bharatને જણાવ્યું હતું કે, સાવલી બેઠકમાં કેતન ઈનામદારની બેઠક ભાજપ માટે સૌથી સલામત બેઠક છે. વાઘોડિયા બેઠક પર મધુ શ્રીવાસ્તવને ટિકિટ ન મળે તો અપક્ષ ઉમેદવાર તરીકે લડે તો ત્રિપાંખીયો જંગ થઈ શકે છે. ડભોઇ વિધાનસભામાં શૈલેષ મહેતા સિવાય કોઈ ઉમેદવાર દિગ્ગજ નેતા ભાજપમાં નથી અને કોંગ્રેસમાં કોઈ ઉમેદવાર તેઓ સામે ટકી શકે તેમ નથી. કરજણ બેઠક પર ભાજપમાંથી હાલના ધારાસભ્ય અક્ષય પટેલ અને સતીષ નિશાળીયા ટિકિટ માટે હરીફાઈ ચાલી રહી છે. આ બેઠક પર કોંગ્રેસ માટે યોગ્ય ઉમેદવાર છે જ નહીં અને જીતી શકે તેવી પરિસ્થિતિ નથી. પાદરા બેઠક પર દિનેશ પટેલ ભાજપ તરફથી મજબૂત નેતા છે, પરંતુ આ બેઠક પર ક્ષત્રિય મતદારોના પ્રભુત્વના કારણે જશપાલસિંહ પઢીયારની કોંગ્રેસ તરફથી જીત નિશ્ચિત મનાઈ રહી છે. શહેરની પાંચ બેઠકોની વાત કરીએ તો મોટા માર્જીનથી ભાજપને જીત મળતી રહી છે. હાલમાં પાંચ બેઠકોમાં રાજ્ય સરકારના 2 ધારાસભ્યો પ્રધાન છે. અહીં ભાજપ સામે કોંગ્રેસ અને આપના મજબૂત ચહેરા ન હોવાથી ભાજપને ખૂબ ફાયદો થશે. હાલમાં આ પાંચ બેઠકોમાં ભાજપના સયાજીગંજ અને અકોટા વિધાનસભા બેઠક પર ઉમેદવાર બદલાઈ શકે તેવી શકયતાઓ છે. વડોદરા જિલ્લામાં 10 બેઠકો પૈકી માત્ર એક બેઠક પર કોંગ્રેસ જીતે એવા એંધાણ મળી રહ્યા છે.

મધ્ય ગુજરાતના રાજકીય સમીકરણથી લાભ કોનેઉપર જણાવી એ તમામ બાબતોને મદ્દેનજર અનુમાન લગાવીને કહી શકાય કે મધ્ય ગુજરાતની 61 બેઠકો પર વધુમાં વધુ લાભ છેવટે ભાજપ તરફ જતો કહી શકાય.આમ આદમી પાર્ટી (Aam Aadmi Party Gujarat) સાથે જોડાયેલ ઉમેદવારો ભાજપને વધુ નુકસાન કરી શકે તેમ નથી. પરંતુ આમ આદમી પાર્ટી ગ્રામ્ય વિસ્તારમાં સક્ષમ ઉમેદવાર મૂકે તો કોંગ્રેસના બેથી ત્રણ ટકા મત ડેમેજ કરી ભાજપને ફાયદો કરાવી શકે તેવી સંભાવના જણાઇ રહી છે. તો ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે.

Last Updated : Oct 14, 2022, 5:31 PM IST

ABOUT THE AUTHOR

...view details