ગુજરાત

gujarat

ETV Bharat / city

લોકડાઉનમાં ઘરની બહાર નીકળેલા લોકો ઉપર પોલીસકર્મીએ કરી ડંડાવાળી - vadodara corona update

વડોદરા નજીક બાજવા-કરોડિયા રોડ ઉપર લોકડાઉનમાં ઘરની બહાર નીકળેલા લોકો ઉપર પોલીસકર્મીએ ડંડાવાળી કરી હતી.

police-strict-on-people-who-broke-the-lock-down
લોકડાઉનમાં ઘરની બહાર નીકળેલા લોકો ઉપર પોલીસકર્મીએ ડંડાવાળી

By

Published : Apr 16, 2020, 10:10 PM IST

વડોદરા: વડોદરા શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા બાજવા-કરોડીયા રોડ ઉપર પોલીસકર્મીએ ઘરની બહાર નીકળેલા લોકો ઉપર બેફામ લાઠીઓ ચલાવી હતી. જે લોકો રસ્તા ઉપર દેખાયા તેમને પોલીસકર્મીએ રોક્યા હતા અને તેમના ઉપર ડંડાવાળી કરી હતી.

ઘરની બાલ્કનીમાંથી કોઇ વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ પહેલા પણ વડોદરામાં પોલીસકર્મીઓ દ્વારા લોકો ઉપર લાઠીચાર્જની ઘટનાઓ સામે આવી ચૂકી છે. જેમાં છાણી પોલીસ સ્ટેશનનો એક પીએસઆઇ સસ્પેન્ડ પણ થયો હતો, ત્યારે આજે વધુ એક પોલીસકર્મીએ ઘરની બહાર નીકળતા લોકોને માર માર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details