- પ્રેમીએ તો બારીમાંથી છલાંગ લગાવીને મોત વ્હાલું કર્યું
- પરિણીતા પણ જીવન ટુંકાવવા માટે બારીની બહારની પાળી પર આવી
- પોલીસે મહિલાને સમજાવીને તેનો જીવ બચાવ્યો
વડોદરા : સયાજીગંજ વિસ્તારમાં પરિણીત પ્રેમી પંખીડા હોટલ અમીટીમાં રોકાયા હતા. પરિણીતાના પતિની પોલીસ ફરિયાદના આધારે મોબાઇલ લોકેશન ટ્રેસ કરતા સુરત પોલીસ વડોદરા આવી પહોંચી હતી. પરિણીત પ્રેમીએ હોટલની બારીમાંથી છલાંગ લગાવી મોત વ્હાલું કર્યું હતું, આ દરમિયાન પરિણીતા કંઇક અજુગતું કરે તે પહેલા જ પોલીસે તેને સમજાવવાનું ચાલુ કરી દીધું હતું. સુરત પોલીસે કહ્યું કે, તારા પેટમાં જે બાળક છે તેનો વિચાર કર, તેનો શું વાંક છે. આમ, સમજાવટના આધારે પરિણીત પ્રેમીકાનો જીવ બચી ગયો હતો.
બન્ને પ્રેમીઓની સુરત પોલીસે ભાળ મેળવી
વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી અમીટી હોટલમાં સુરતના પરિણીત પ્રેમી પંખીડા ગોટી આવ્યા હતા. જો કે બીજી તરફ પરિણીતાના પતિએ સ્થાનિક પોલીસમાં મીસીંગની અરજી કરી હતી. અરજી બાદ પોલીસે તપાસ શરૂ કરતા તેનું લોકેશન વડોદરા મળી આવ્યું હતું. લોકેશનના આધારે સુરત પોલીસ વડોદરા આવી પહોંચી હતી. આ બાદ તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસ આજરોજ સોમવારે વહેલી સવારે પરિણીતાની ભાળ મેળવવા માટે હોટેલ સુધી પહોંચી હતી. પોલીસે હોટલમાં જતા સંચાલકોએ તેમને રોક્યા હતા. આ અંગેની જાણ વડોદરા પોલીસના કંટ્રોલ રૂમમાં કરી દીધી હતી. જાણ થતા જ સયાજીગંજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.