- કોરોના સંક્રમણમાં નજીવો ઘટાડો જોવા મળ્યો
- પાણીગેટની શુઝની દુકાનમાં કોવિડ ગાઈડ લાઈનનો ભંગ થયો
- પોલીસે દુકાન માલિક વિરુદ્ધ કાર્યવાહી હાથ ઘરી
વડોદરા: શહેરમાં છેલ્લા 48 કલાકમાં કોરોના પોઝિટીવ દર્દીઓનો હોસ્પિટલમાં નજીવો ઘસારો ઓછો થતાં કેટલાક લોકો જાણે કોરોના જતો રહ્યો હોય તેમ વર્તી રહ્યાં છે. કોરોનાનો કહેર હજી યથાવત છે, ત્યારે પાણીગેટ વિસ્તારમાં આવેલા ધમાકા શુઝમાં બુટની ખરીદી કરવા પહોંચેલા 22 જેટલા લોકોને પોલીસે ઝડપી પાડી દુકાન માલિક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કોરોના કેસમાં આવ્યો નજીવો ઘટાડો
કોરોનાની બીજી વેવમાં સંક્રમણ તેજ ગતિથી વધી રહ્યું છે, એટલું જ નહિ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. એક તબક્કે હોસ્પિટલના બેડ, ઓક્સિજન અને જીવન રક્ષક રેમડેસીવીર ઇન્જેક્શનની ભારે અછત સર્જાઇ હતી. તેવા સમયે કોરોના પર કાબુ મેળવવા માટે કોરોના કર્ફ્યુ સહિતના નિયમો લાદી દીધા હતા. નિયમો લાગી દીધા બાદ કોરોના પર આંશિક કાબુ મેળવવામાં સફળતા મળી હોવાનો સરકારી તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે, કેટલાક લોકો સરકારના નિયમોનું ઉલ્લંઘન કરતા હોય છે. તેવા તત્વો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવે છે.