વડોદરા : વૈશ્વિક મહામારી કોરોના વાઈરસના પૉઝિટિવ દર્દીઓ દિવસેને દિવસે શહેરમાં વધી રહ્યાં છે, અને સૌથી વધુ દર્દીઓ શહેરના નાગરવાડા વિસ્તારના નોંધાયા છે.
રેડ ઝોન નાગરવાડામાંથી કેટલાંક લોકો અકબરી મહોલ્લામાં આવ્યાની આશંકા, પોલીસે કર્યું સર્ચ ઑપરેશન - વડોદરા કોરોના ન્યૂઝ
વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલા અકબરી મહોલ્લામાં રેડ ઝોન વિસ્તાર નાગરવાડામાંથી કેટલાંક લોકો આવ્યાં હોવાની વાતને લઈને આરોગ્ય વિભાગે રાવપુરા પોલીસને સાથે રાખી સર્ચ ઓપરેશન હાથધર્યું હતું.
રેડ ઝોન નાગરવાડામાંથી કેટલાંક લોકો અકબરી મહોલ્લામાં આવ્યાની આશંકા
નાગરવાડા વિસ્તારમાંથી પલાયન થઈને રાજમહેલ રોડ ખાતે આવેલા અકબરી મહોલ્લામાં કેટલાક લોકો ગયાં હોવાની જાણ આરોગ્ય વિભાગને કરવામાં આવતા આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
પરંતુ કોઈ પણ પ્રકારની કડી ન મળતાં, અંતે રાવપુરા પોલીસની મદદ લેવામાં આવી હતી. જેને પગલે રાવપુરા પોલીસે સ્થળ પર પહોંચીને આરોગ્ય વિભાગ સાથે સર્ચની કામગીરી શરૂ કરી હતી.