- વડોદરાના પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસ સંભારણા દિન પરેડ કરવામાં આવી
- અનોખી પહેલમાં તેમના ગામમાં રસ્તા, શાળા અથવા લેનનું નામ તેમના નામ પર રાખવામાં આવશે
- વડોદરા પોલીસ શહીદોના નામ પરથી ગામમાં શાળા, રોડ અથવા લેનનું નામ
વડોદરાઃ ભારતમાં દર વર્ષે 21 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય પોલીસ સ્મારક દિવસ મનાવવામાં આવે છે, જે 1959માં ચાઇનીઝ ફાયરિંગમાં મૃત્યુ પામેલા પોલીસ જવાનોના બલિદાનને સમર્પિત છે. વડોદરામાં હેડક્વાર્ટરમાં શહીદ પોલીસકર્મીઓને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું અને તેમના પરિવારોને પોલીસ કમિશનર દ્વારા શાલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
શહેરના જે પોલીસકર્મીઓએ ફરજ બજાવતા જીવ ગુમાવ્યાં હતાં તેમને યાદ કરવામાં આવ્યાં હતાં શહીદ પોલીસ જવાનના નામની એક અનોખી પહેલ
પોલીસ સ્મારક દિવસના ભાગરૂપે ફરજની હરોળમાં શહીદ થયેલા જવાનોને પોલીસદળે આદરાંજલિ આપી હતી અને તેમના પરિવારજનોને પણ સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ખાસ કરીને શહીદ પોલીસ જવાનના ગામમાં તેમના નામ પરથી રસ્તા, ગલી અથવા શાળાનું નામકરણ કરી રહ્યાં છીએ. તેમનો ફોટો અને કારકિર્દી પણ તેમનો અભ્યાસ શાળામાં દર્શાવવામાં આવશે, પરિવારના સભ્યો પણ આ પહેલથી ખુશ છે અને લાગે છે કે ફરજ પ્રત્યેનું તેમનું સમર્પણ માન્ય છે અને આવનારી પેઢીઓને પ્રેરણા આપશે. પોલીસ સ્મારક દિવસના ભાગરૂપે 31 ઓક્ટોબર સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રદર્શન અને નિબંધ સ્પર્ધા પણ યોજવામાં આવશે.
આ પણ વાંચોઃ 'ગુજરાત પોલીસ ટ્રેનિંગ એકેડેમી' ખાતે મૃતક પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
આ પણ વાંચોઃ સુરત TRBમાં ફરજ દરમિયાન મર્ત્યું પામેલ પરિવારને 7 લાખનો ચેક આપવામાં આવ્યો