ગુજરાત

gujarat

ETV Bharat / city

મધ્યસ્થ જેલમાં દવા પીધી હોવાનો ઢોંગ કરી હોબાળો મચાવનાર 12 કેદી વિરુદ્ધ ફરિયાદ - મધ્યસ્થ જેલ

વડોદરાની મધ્યસ્થ જેલમાં કેદીઓને ઉશ્કેરણી કરતા કેદીઓએ (Vadodara Central Jail commotion) દવા પીધી હોવાનો ઢોંગ સામે આવ્યો છે. તેમજ જેલ દવાખાનામાં તોડફોડ કરી શિસ્ત અને સલામતી ડહોળવાનો પ્રયાસ કરનાર કેદીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. (Prisoners drank medicine in Vadodara)

મધ્યસ્થ જેલમાં દવા પીધી હોવાનો ઢોંગ કરી હોબાળો મચાવનાર 12 કેદી વિરુદ્ધ ફરિયાદ
મધ્યસ્થ જેલમાં દવા પીધી હોવાનો ઢોંગ કરી હોબાળો મચાવનાર 12 કેદી વિરુદ્ધ ફરિયાદ

By

Published : Sep 23, 2022, 3:39 PM IST

વડોદરા શહેરની મધ્યસ્થ જેલમાં બેરેક બદલી મુદ્દે કાચા કામના (Vadodara Central Jail) આરોપી યશપાલસિંહ જાડેજાએ અન્ય કેદીઓને ઉશ્કેરણી કરતા કેદીઓએ દવા પી લીધી હોવાનો ઢોંગ સામે આવ્યો છે. પોતાની જાતને ઈજા પહોંચાડવાનો પ્રયાસ કરી ફરજ પરના પોલીસ તેમજ મેડિકલ સ્ટાફને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ જેલ દવાખાનામાં તોડફોડ કરી શિસ્ત અને સલામતી ડહોળવાનો પ્રયાસ કરનાર 12 કેદીઓ (Prisoner in Vadodara Jail) વિરુદ્ધ ઇન્સપેક્ટરએ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે રાવપુરા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.(Vadodara Central Jail commotion)

મધ્યસ્થ જેલમાં દવા પીધી હોવાનો ઢોંગ કરી હોબાળો મચાવનાર 12 કેદી વિરુદ્ધ ફરિયાદ

શું હતો મામલો વડોદરા મધ્યસ્થ જેલમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર વિપુલચંદ્ર બારીયાએ ફરિયાદ નોંધાવી હતી કે, ટિફિન આવે તે સમયે કેદીઓને અલગ અલગ યાર્ડ બેરેકોમાંથી બદલી થાય છે. જેમાં ગઈકાલે 21 કેદીઓની અલગ અલગ બેરેકોમાં બદલી કરી હતી. આ દરમિયાન કેદી યશપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજુ દલપત ગોહિલની મારી સાથે બંધી થતાં ટિફિન જમવાનો ઇનકાર કરે છે. જેથી તેની બેરેક બદલી ના કરશો. જોકે અધિક્ષકના આદેશ અનુસાર બેરેક બદલી કરવી ફરજીયાત હોય કેદી યશપાલસિંહ જાડેજા ઉશ્કેર્યો હતો. તેમજ ગંદી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી બેરેકમાં જતો રહ્યો હતો. (Vadodara Central Jail vandalized)

કાચા આરોપીઓએ હોબાળો વધુમાં જણાવ્યું હતું કે, તેના કહેવાથી તેમજ ઉશ્કેરણીથી અન્ય કાચા આરોપીઓએ હોબાળો મચાવી તે પૈકી અભિજીત ઉર્ફે અભી આનંદ ઝા અને હર્ષિલ લીંબાચાએ દવા પી લીધી હોવાનો ડોળ કરી તેઓને અન્ય કેદીઓએટીંગાટોળી કરી દવાખાને લઈ જવા યાર્ડની બહાર નીકળી આવ્યા હતા. ત્યારબાદ જેલ દવાખાનામાં ગેરકાયદેસર મંડળી બનાવી દવાખાનામાં પડેલી વસ્તુઓ, દવાઓ તેમજ ટેબલો ફંગોળી નુકસાન પહોંચાડ્યું હતું. મેડિકલ સ્ટાફ સાથે પણ ગેરવર્ણતુંક કરી ખોટા શબ્દોનો ઉપયોગ કર્યો હતો, ત્યારબાદ કેદીઓને સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા. (Provocation in Vadodara Jail)

કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી વધુમાં જણાવ્યું હતું કે, આ દરમિયાન સલમાન ચાંદખાન હસન મહંમદ મુલ્લાજી પઠાણ, સુલતાન ઉર્ફે તાન સત્તાર મીરાશી, હૈદરઅલી રફીકસા દિવાન, મજીદ રફીક ભાણું અને સાબીર ઉર્ફે શેરો કરીમ શેખએ મંડળી બનાવી સર્કલ બુરજી ખાતે ફરજ પરના અધિકારી કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ સલમાન પઠાણે પાણી ભરેલું માટલું પોતાની જાતે પોતાના માથામાં ફોડ્યું હતું. લોખંડના સળિયાનું સ્ટેન્ડ ઊંચકી પોતાના માથાના ભાગે ઇજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે સુલતાન મિરાસી લોખંડનું સ્ટેન્ડ આંચકી પોતાના માથામાં જાતે ઈજા કરવા લાગ્યો હતો. તેના હાથમાંથી લોખંડનું સ્ટેન્ડ છોડાવતા સમયે મને ઈજા પહોંચી છે અને પોતાની જાતે જમીન ઉપર આળોટી ખોટી રીતે બેહોશ થઈ ગયાનું ઢોંગ કરતા સારવાર આપવા માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

જેલની શિસ્ત સલામતી ડહોળવાનો પ્રયાસ આ ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે,વારાફરતી અન્ય આરોપી શોએબ અખ્તર કુરેશી, શબ્બીર ઉર્ફે સાગર મોહમ્મદ સિદ્દીક સૈયદ અને આકાશ ભગવાન વાડકેએ પણ દવા પીધી હોવાનો શોર મચાવી અન્ય કેદીઓએ ટીંગાટોળી કરી દવાખાને લઈ આવતા તેમને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. આમ, એક સંપ થઈ પોતાનો બદ ઈરાદો પાર પાડવા હેતુ મંડળી રચી, પોતાની જાતે ઈજા પહોંચાડવાનો પ્રયાસ કરી, ફરજ પરના કર્મીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી કોઈ પ્રવાહી પી લીધું છે. તેવો ઢોંગ કરી જેલની શિસ્ત અને સલામતી ડહોળવાનો પ્રયાસ કર્યો છે. Prisoners drank medicine in Vadodara, Complaint against Vadodara jail inmate

ABOUT THE AUTHOR

...view details