વડોદરા તાજેતરમાં કારેલીબાગ ખાતેની બેંકમાં મહિલાના રૂપિયા ગણી આપવાના બહાને (fraud case in Vadodara) મહિલાની નજર ચૂકવી અજાણ્યા આરોપીઓએ રૂપિયા 33,000ની રકમ કાઢી લઇ ઠગાઇ કરી હતી. તેમજ મકરપુરા વિસ્તારમાં નકલી પોલીસ દ્વારા મહિલાના દાગીના કઢાવી લેવાના ગુનાઓ બન્યા હતા. આ ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા પોલીસ તજવીજ હાથ ધરી હતી. જે CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સીસના આધારે ઇરાની ગેંગના શખ્સોની શક્યતા જણાતા આરોપીની તપાસ માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી હતી. જે પોલીસે બે શંકાસ્પદ શખ્સોનેધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. (Woman cheated in Vadodara bank)
આરોપીએ કર્યો પોલીસ પકડમાંથી ભાગવાનો પ્રયાસ પોલીસને મળેલી બાતમીના આધારે મુજબ કારેલીબાગ આમ્રપાલી કોમ્પલેક્ષ પાસેથી બે શંકાસ્પદ શખ્સોને કોર્ડન કરી રોકતા આ બન્ને શખ્સો પોલીસ પકડમાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સફળ થયા ન હતા. આ બન્ને શખ્સો હુમાયુ નુર જાફરી અને ખૈબર બીરોજ જાફરી બન્ને (રહે.આમ્બેવલી,મહારાષ્ટ્ર) હોવાનું જણાયું હતુ. આરોપી પાસેથી રોકડા રૂપિયા 33,000 અને મોબાઇલ ફોન મળી આવતા બન્નેની પુછપરછ આદરી હતી. આ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, તેઓ બેંકોમાં રૂપિયા ઉપાડવા આવતા નાગરિકોને ભોળવી રૂપિયામાં બનાવટી અને ફાટેલી નોટો આવતી હોવાનુ જણાવી તે કાઢી આપવાનું કહી રૂપિયા ગણી આપવાના બહાને નાગરીકની નજર ચૂકવી રૂપિયા સેરવી ચોરી તેમજ ઠગાઇ કરતા હતા. (Thug case in Vadodara)