વડોદરાઃ શહેરના નાગરવાડામાં વાહન ડિટેઇનની તકરારમાં પોલીસે કિશોરીને ડંડા વડે ફટકારતા તેને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
નાગરવાડા વિસ્તારના પટેલ ફળિયામાં રહેતો યુવક વિસ્તારને રેડ ઝોનમાંથી ઓરેન્જ ઝોનમાં મુકાતા લાંબા સમય બાદ પોતાના ટુવ્હીલર વાહનમાં પેટ્રોલ પુરાવા નીકળ્યો હતો. આ દરમિયાન વોર્ડ નં 8 કચેરી પાસે બંદોબસ્તમાં તહેનાત પોલીસે તેનું વાહન ડિટેઇન કર્યું હતું.
વાહન ડિટેઈન તકરારમાંં પોલીસે યુવતીને ડંડા ફટકાર્યા, યુવતી સારવાર હેઠળ - કોરોના વાઈરસ ન્યૂઝ
વડોદરામાં નાગરવાડામાં વાહન ડિટેઇનની તકરારમાં પોલીસે કિશોરીને ડંડા વડે ફટકારતા તેને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

Vadodara
જેથી યુવકે ઘરે જઈ રજૂઆત કરતા તેની માતા અને બહેન બનાવ સ્થળે પહોંચ્યા હતા. આ અરસામાં પોલીસ સાથે રકઝક કરતાં પોલીસે કિશોરીને ડંડા વડે માર માર્યા હોવાનો આક્ષેપ પીડિતાના પરિવારજનોએ કર્યો છે. હાલ કિશોરી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.