વડોદરાઃ કોરોના વાઈરસ ચેપી હોવાથી લોકોમાં ઝડપથી ફેલાઈ છે. જેનાથી બચવા માસ્કનો ઉપયોગ કરવો આવશ્યક છે. તેથી રાજય સરકાર દ્વારા માસ્ક ન પહેરનારને દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે.વડોદરામાં 13 એપ્રિલથી માસ્ક પહેરવું ફરજીયાત બનતાં પ્રથમ દિને માત્ર 3 કલાકમાં જ શહેરના જુદાજુદા વિસ્તારોમાંથી કુલ 45 લોકો દંડાયા હતા.
વડોદરા તંત્રએ કોરોના વાઈરસનું સંક્રમણ અટકાવા હવે ફરજીયાત માસ્ક પહેરવાની જાહેરાત કરી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ નિયમનું પાલન કરાવવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં 36 ટીમો કામે લગાડી છે. ત્યારે પ્રથમ દિને જ માત્ર ત્રણ કલાકમાં જ 45 લોકો માસ્ક વગર બહાર નીકળી પડતાં પાલિકાની ટીમે તેઓને રૂ.45 હજારનો દંડ ફટકાર્યો હતો.
વડોદરમાં માસ્ક ન પહેરનાર 45 લોકો દંડાયા - વડોદરા કોરોનાવાઈરસ ન્યૂઝ
વડોદરામાં 13 એપ્રિલથી માસ્ક પહેરવું ફરજીયાત બનતાં પ્રથમ દીને માત્ર 3 કલાકમાં જ શહેરના જુદાજુદા વિસ્તારોમાંથી કુલ 45 લોકો દંડાયા હતા.
![વડોદરમાં માસ્ક ન પહેરનાર 45 લોકો દંડાયા vadodara news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6781539-813-6781539-1586796806773.jpg)
vadodara news
જેમાં સવારે માસ્ક પહેર્યા વિના એક કારચાલક સહિત 5 જેટલાં લોકોને માસ્ક નહીં પહેરેલાં જણાઈ આવતા એક એક હજારનો દંડ કરવામાં આવ્યો હતો. આમ પાલિકાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં બપોર સુધી 45 લોકો વિરુદ્ધ દંડ ફટકારવાની કામગીરી હાથ ધરી હતી.