ગુજરાત

gujarat

ETV Bharat / city

ગણેશ વિસર્જનને લઈને પોલીસ રાખી રહી છે બાજ નજર - જુનીગઢીમાં ગણેશ વિસર્જન

વડોદરા શહેરમાં સાતમાં દિવસે ગણેશ પ્રતિમાનું વિસર્જનને (ganpati visarjan in vadodara) લઇને પોલીસ બંદોબસ્ત કરવામાં આવી હતી. જુનીગઢી સહિત શહેરમાં સાતમા દિવસે અસંખ્ય નાની મોટી શ્રીજીની પ્રતિમાઓનું કૃત્રિમ તળાવો ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું. (krutrim talav ganpati visarjan)

ગણેશ વિસર્જનને લઈને પોલીસની ત્રીજી આંખ
ગણેશ વિસર્જનને લઈને પોલીસની ત્રીજી આંખ

By

Published : Sep 7, 2022, 11:28 AM IST

વડોદરા શહેરમાં ઉત્સાહ અને ઉલ્લાસભેર ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સાતમાં દિવસે શહેરના અતિસંવેદનશીલ ગણાતા જુનીગઢી વિસ્તારના શ્રીજીની પ્રતિમાનું વિસર્જનને લઈને શહેર પોલીસ તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જુનીગઢી સહિત શહેરમાં સાતમા દિવસે 1290 જેટલી નાની મોટી શ્રીજીની પ્રતિમાઓનું કૃત્રિમ તળાવો ખાતે (ganpati visarjan in vadodara) વિસર્જન કરવામાં આવ્યું હતું. સાથે 32 જેટલી ક્રેઇન આ કૃત્રિમ તળાવો ખાતે ગોઠવવામાં આવી હતી.

ગણેશ વિસર્જનને લઈને પોલીસની ત્રીજી આંખ

બોડીવોર્ન કેમેરા સાથે ચુસ્ત બંદોબસ્ત નિર્ધારિત સમયે શ્રીજીની સવારી રાજમાર્ગો ઉપર આવતા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો સહિત વિસ્તારના અગ્રણીઓ દ્વારા શ્રીજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે ઉલ્લેખનીય એ છે કે, વર્ષોની પ્રણાલિકા અનુસાર ઉમટી પડતી મેદની આ વખતે જોવા મળી ન હતી. કોઇ અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસ તંત્રએ બોડીવોર્ન કેમેરા સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. (krutrim talav ganpati visarjan)

રાહતની લાગણી અનુભવી વિસર્જન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તંત્રે રાહતની લાગણી અનુભવી હતી. શહેરના ગોરવા વિસ્તારના દશામા કૃત્રિમ તળાવ, નવલખી કૃત્રિમ તળાવ, સમા હરણી રીંગ રોડ કૃત્રિમ તળાવ, કુબેરેશ્વર માર્ગ અને ઇન્દ્રપ્રસ્થ મંડળ ખાતે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સાથે સાથે નાયબ પોલીસ કમિશનર કક્ષાના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો પણ કૃત્રિમ તળાવ ખાતે તૈનાત કરવામાં આવ્યો હતો. જેને લઈને ગણેશ વિસર્જન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થવા પામી છે. Police deployment Ganesh festival in Vadodara, ganpati visarjan in vadodara, Ganesh visarjan in Junigahi

ABOUT THE AUTHOR

...view details