ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં માસુમ બાળકને માર મારી ખાખીનો પાવર બતાવનાર પોલીસ કોન્સ્ટેબલને કરાયો સસ્પેન્ડ - પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

વડોદરા છાણી પોલીસ સ્ટેશનની વન મોબાઇલ કારમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ પાવરાએ માસુમ બાળક પર ખાખીનો પાવર(Police misconduct) બતાની તેને બેરહમી પુર્વક માર માર્યો(beating child in Vadodara) હતો. ઘટનાના સીસીટીવી સામે આવતા પોલીસ જવાનની કરતુત સામે આવી હતી. આ બાબતની તપાસ કર્યા પછી પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી તેની સામે ઇન્કવાયરી શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

વડોદરામાં માસુમ બાળકને માર મારી ખાખીનો પાવર બતાવનાર પોલીસ કોન્સ્ટેબલને કરાયો સસ્પેન્ડ
વડોદરામાં માસુમ બાળકને માર મારી ખાખીનો પાવર બતાવનાર પોલીસ કોન્સ્ટેબલને કરાયો સસ્પેન્ડ

By

Published : Apr 3, 2022, 4:41 PM IST

વડોદરા : શહેરમાં પોલીસની દાદાગીરીનો(Police misconduct) વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પોલીસ કોન્સ્ટેબલે એક માસુમને નજીવી ભુલના કારણે તેની પાછળ ભાગીને બાળકને બેરહમી પુર્વક માર માર્યો(beating child in Vadodara) હતો. આ બાબતની જાણ ઉચ્ચ અધિકારીઓને થતા, તેઓ ધટના સ્થળે પહોચીને સારવાર માટે હોસ્પિટલા ખસેડ્યો હતો અને કોન્સ્ટેબલને ફરજ પરથી સસ્પેન્ડ(Police constable suspended) કરવામાં આવ્યો છે.

વડોદરામાં માસુમ બાળકને માર મારી ખાખીનો પાવર બતાવનાર પોલીસ કોન્સ્ટેબલને કરાયો સસ્પેન્ડ

આ પણ વાંચો - સોશિયલ મીડિયામા રોફ જમાવવા વાયરલ કરેલા વીડિયોએ યુવકનો બગાડયો સીન, થઈ ધરપકડ

ખાખીનો રોફ પડ્યો ભારે -શહેરના છેવાડાના પોલીસ સ્ટેશન નંદસરીની હદમાં મોડી સાંજના સમયે એક સગીર બાળક રસ્તા પરની ચાઇનીઝની લારી પાસે તેના મિત્ર સાથે મસ્તી કરી રહ્યો હતો. આ દરમિયાન રસ્તા પરથી પોલીસની એક પીસીઆર વાન પસાર થાય છે અને ચાઇનીઝની લારી પાસે ઉભેલુ બાળક અચાનક પીસીઆરની આગળ આવી જાય છે. બાળક પીસીઆરની આગળ આવી જતા ગાડી ઉભી રહીં અને તે બાળક નજીકમાં આવેલી દુકાન તરફ દોટ મુકી અંદર ઘૂસી ગયો હતો. બાળકની પાછળ પીસીઆર વાનમાંથી ઉતરેલો એક પોલીસ જવાન જાણે રીઢા ગુનેગારનો પીછો કરતો હોય તેમ તેની પાછળ દોડી દુકાનની અંદર પહોંચી તેને માર મારે છે.

વડોદરામાં માસુમ બાળકને માર મારી ખાખીનો પાવર બતાવનાર પોલીસ કોન્સ્ટેબલને કરાયો સસ્પેન્ડ

આ પણ વાંચો -અમદાવાદમાં નકલી પોલીસનો રોફ અસલી પોલીસ સામે ભારે પડ્યો, યુવકની ધરપકડ

માસુમ પર અત્યાચાર - માસુમ બાળકને દુકાનની બહાર લાવી તેનો એક હાથ મચકોડી લાફા ઝીંકે છે. દુકાનમાં પ્રવેશી રહેલા ગ્રાહકો આ દ્રશ્યો જોતા પોલીસ જવાનને સમજાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ ખાખીમાં રહેલો પોલીસ કર્મી સમજવાને બદેલ બાળકે લાત મારે છે. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. પોલીસ કર્મીના મારથી બાળકને હાથમાં ગંભીર ઇજા પણ પહોંચી હોવાનુ જાણવા મળી રહ્યું છે. જો કે ઘટનાને 24 કલાક નથી વિત્યા ત્યાં તો બાળક પર જુલ્મ કરનાર પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગટોરસિંહ પાવરાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને તેની વિરૂદ્ધ તાત્કાલિક ઇન્કવાયરી શરૂ કરી દેવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details