વડોદરામાં રિક્ષામાં ખુલ્લી તલવાર લઈને પસાર થતા રિક્ષાચાલકને પોલીસે ઝડપ્યો - today crime news
વડોદરાના નરહરિ સર્કલ પાસે રિક્ષામાં ખુલ્લી તલવાર લઈને પસાર થતાં રિક્ષાચાલકને સયાજીગંજ પોલીસે ઝડપી પાડી તેની વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરાઃ શહેરમાં પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સોમવારે મોડી રાત્રે સયાજીગંજ પોલીસ મથકના પી. આઇ એસ.જી.સોલંકી ડી સ્ટાફના જવાનો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન નરહરિ સર્કલ પાસે પસાર થતી રિક્ષા શંકાસ્પદ જણાતા તેને ઊભી રાખી હતી. રિક્ષાની તપાસ કરતા પાછળની સીટ પરથી ખુલ્લી પંજાબી તલવાર મળી આવી હતી. જેથી પોલીસે ઈરફાન ઉર્ફે પીપોળો ઈમ્તિયાઝ સૈયદ વિરુદ્ધ જાહેરનામાના ભંગ હેઠળ ગુનો નોંધી આ તલવારનો ઉપયોગ તે શા માટે કરવાનો હતો તેમજ આ તલવાર તે ક્યાંથી લાવ્યો છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.