ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં પોલીસે રીઢા ઘરફોડ ચોરને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો - વડોદરા પોલીસ

વડોદરા: શહેરમાં રીઢા ઘરફોડ ચોરીના ગુનામાં ગુરુચરણસિંગ સિકલીગરને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. આ સાથે બે ગુનાના ભેદ પણ ઉકેલાયા છે. વડોદરા શહેર પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

vvvv

By

Published : Nov 14, 2019, 11:29 PM IST

વડોદરા શહેરમાં રીઢા ઘરફોડ ચોરીના ગુનામાં ગુરુચરણસિંગ સિકલીગરને વડોદરા સમાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે શહેરના દુમાડ ચોકડી પાસે શકમંદ હાલતમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. જોકે પોલીસે શંકાના આધારે તપાસ કરતા આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

આ સમગ્ર મામલે પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરતા અન્ય ચોરીના ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details