વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં મિત્ર સર્કલમાં બર્થ ડે પાર્ટીની ઉજવણી ચાલી રહી હતી. દરમિયાન પોલીસ કંટ્રોલ રૂમમાં આ પ્રકારની પાર્ટી ચાલતી હોવાનો મેસેજ મળતાં, ફતેહગંજ પોલીસ ઘટના સ્થળે પહોંચી પાર્ટીના રંગમાં દરોડા પાડ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી કોલેજિયન યુવાનોને નશાની હાલતમાં ઝડપી પાડ્યા હતા.
વડોદરામાં 'દારૂવાળી' બર્થ ડે પાર્ટી પડી મોંઘી, પોલીસે 7 વિદ્યાર્થીની કરી ધરપકડ - SSG હોસ્પિટલ વડોદરા
વડોદરા: શહેરમાં કોલેજિયન વિદ્યાર્થીઓને બર્થ ડે પાર્ટીની ઉજવણી કરવાનું ભારે પડ્યું. પોલીસે બર્થ ડે પાર્ટીમાં દરોડા પાડી નશાની હાલતમાં 2 યુવતી અને 5 યુવક મળી કુલ 7 વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે.
બર્થ ડે પાર્ટીમાં દારૂ લાવવો પડ્યો મોંધો, પોલીસે 7 વિદ્યાર્થીની કરી ધરપકડ
સમગ્ર મામલે પોલીસ દ્વારા 7 વિદ્યાર્થીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા વધુ તપાસ માટે તમામ વિદ્યાર્થીઓને SSG હોસ્પિટલ ખાતે બ્લડ ટેસ્ટ કરવા માટે લઇ જવાયા હતા.