ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા કરફ્યૂ: કોરોનાના વધતા વ્યાપ વચ્ચે વડોદરામાં રાત્રી કરફ્યૂ માટે પોલીસ સજ્જ - વડોદરાના કોરોનાના સમાચાર

અમદાવાદમાં કોરોનાં વિસ્ફોટ થતા 57 કલાકનો કરફ્યૂ લગાવવામાં આવતા અન્ય મહાનગરો પણ એલર્ટ મોડ પર છે. અમદાવાદ બાદ વડોદરા, સુરત અને રાજકોટમાં પણ શનિવાર રાત્રીના 9 કલાક થી સવારના 6 કલાક સુધી કરફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. જેને પગલે વડોદરા શહેર સયુંકત પોલીસ કમિશનર ચિરાગ કોરડીયાએ આ અંગે વધુ માહિતી આપી હતી.

કોરોનાના વધતા વ્યાપ વચ્ચે વડોદરામાં રાત્રી કરફ્યૂ માટે પોલીસ સજ્જ
કોરોનાના વધતા વ્યાપ વચ્ચે વડોદરામાં રાત્રી કરફ્યૂ માટે પોલીસ સજ્જ

By

Published : Nov 22, 2020, 12:50 PM IST

  • કોરોનાં વધતા વ્યાપ વચ્ચે વડોદરામાં રાત્રી કરફ્યૂ માટે પોલીસ સજ્જ
  • રાત્રી કરફ્યૂનું થશે કડક પાલન
  • વિવિધ સ્થળે ચેકપોસ્ટ તૈયાર કરવામાં આવી

    વડોદરા: અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થતાં 57 કલાકનો કરફ્યૂ લગાવવામાં આવતા અન્ય મહાનગરો પણ એલર્ટ મોડ પર છે. અમદાવાદ બાદ વડોદરા, સુરત અને રાજકોટમાં પણ શનિવાર રાત્રીના 9 કલાક થી સવારના 6 કલાક સુધી કરફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. જેને પગલે વડોદરા શહેર સયુંકત પોલીસ કમિશનર ચિરાગ કોરડીયાએ આ અંગે વધુ માહિતી આપી હતી.

કરફ્યૂનું કડક પાલન કરાશે

વડોદરા શહેરમાં શનિવારથી શરૂ થયેલા રાત્રી કરફ્યુ માટે વડોદરા શહેર પોલીસ સજ્જ થઈ છે. શહેર પોલીસ દ્વારા વિવિધ સ્થળે ચેકપોસ્ટ તૈયાર કરી રાત્રી કરફ્યૂનું કડક પાલન કરાવવામાં આવશે. જે અંગે વડોદરા શહેરના જોઇન્ટ પોલીસ કમિશનર દ્વારા તમામ તૈયારીઓ અંગે માહિતી આપવામાં આવી હતી.

કોરોનાના વધતા વ્યાપ વચ્ચે વડોદરામાં રાત્રી કરફ્યૂ માટે પોલીસ સજ્જ
વેપારીઓ અને અગ્રણીઓ સાથે બેઠક યોજી રાત્રી કરફ્યૂના પાલન અંગે આપી માહિતીકોરોના કાળમાં લોકડાઉન દરમિયાન રાત્રિના સમયે થતા કરફ્યુના પાલન બાદ ફરી એકવાર વડોદરા શહેરના નાગરિકોને રાત્રી દરમિયાન કરફ્યૂનું પાલન કરવાનું રહેશે. જે માટે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા અપાયેલી સૂચના મુજબ શહેરમાં તમામ વિસ્તારનાં વેપારીઓ અને અગ્રણીઓ સાથે બેઠક યોજી રાત્રી કરફ્યૂના પાલન અંગે માહિતી આપવામાં આવી છે. જ્યારે તમામ સૂચનાઓ બાદ પણ કોઈ ભંગ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.કફ્યૂના અન્ય સમાચાર:

વડોદરામાં રાત્રી કરફ્યુનો અમલ કરાવા પોલીસ તંત્ર સજ્જ, પ્રવેશ દ્વારો પર બેરીકેટ ગોઠવવામાં આવ્યા

વડોદરામાં શનિવારે રાતથી અમલ થઈ રહેલા કરફ્યૂનો કડક અમલ કરાવવા અંગે વડોદરા શહેર પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. સમગ્ર વડોદરાના માંડવીથી આજવારોડ, વાઘોડિયા રોડ, ડભોઈ રોડ સહિતના વિસ્તારોના જાહેર માર્ગો પર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

રાત્રિ કરફ્યૂ ઇફેક્ટ : રાજ્યના 3 મોટા શહેરોમાં STની 1304 ટ્રીપ રદ્દ

દિવાળી બાદ વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કરફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે. જે કારણે આ શહેરોમાંથી ST બસ બાયપાસ થઇને જઇ શકશે. અમદાવાદ શહેરમાંથી દૈનિક 2,737 ટ્રીપ, વડોદરામાંથી રોજની 1,611 ટ્રીપ, રાજકોટમાંથી 1,322 ટ્રીપ અને સુરતમાંથી 1,107 ટ્રીપોની અવરજવર થાય છે. જેમાંથી 1304 ટ્રીપને રાત્રિ કરફ્યૂની અસર થશે.

GTUમાં PHDની એન્ટ્રન્સ ટેસ્ટ મોકૂફ, પરીક્ષાની તારીખ આગામી દિવસોમાં GTUની વેબસાઇટ પર જાહેર કરાશે

દિવાળીના તહેવાર બાદ અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા બે દિવસ માટે કરફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. જે કારણે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીમાં 22 નવેમ્બરના રોજ યોજાનારી PHDની એન્ટ્રન્સ ટેસ્ટ મોકૂફ રાખવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details