ગુજરાત

gujarat

ETV Bharat / city

PM Modi visit Vadodara : વડાપ્રધાન મોદીના રોડ શોના રુટમાં થયો ફેરફાર, તૈયારીઓનું નિરીક્ષણ કરાયું - વડોદરામાં PMનો રુટ

વડાપ્રધાન આગામી (PM Modi visit Vadodara) 18 જૂને વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. વડોદરામાં વડાપ્રધાન મોદીના ભવ્ય રોડ શોનું આયોજન કરાયું છે. જેને લઈને વડોદરાના (PM Rally in Vadodara) અધિકારીઓની ટીમ રોડ શોના તમામ રૂટ પર નિરીક્ષણ કરવા પહોંચી છે.સાથે રોડ શોના રુટમાં ફેરફારની માહિતી પણ સામે આવી છે.

PM Modi visit Vadodara : વડાપ્રધાન મોદીના આગમનને લઈને એડીથી ચોટનું તૈયારીઓમાં જોર
PM Modi visit Vadodara : વડાપ્રધાન મોદીના આગમનને લઈને એડીથી ચોટનું તૈયારીઓમાં જોર

By

Published : Jun 7, 2022, 3:03 PM IST

Updated : Jun 7, 2022, 3:43 PM IST

વડોદરા : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા ખાતે પૂર્ણ થયેલા આવાસ યોજનાના (PM Modi visit Vadodara) લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. વડોદરા હવાઈ મથકેથી આજવા રોડ લેપ્રસી મેદાન સુધી રોડ શો (PM Rally in Vadodara) કરશે તે બાદ મેદાન ખાતે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે. રુટમાં થોડા ફેરફાર સાથે એરપોર્ટથી સંગમ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા થઈ આજવા રોડ લેપ્રસી મેદાન સુધી રોડ શોનો નવો રૂટ નક્કી કરાયો છે. આ રોડ શો દરમિયાન તમામ રૂટ પર આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મ્યુનિસિપલ કમિશનર, મેયર, સાંસદ, શહેર ભાજપ અધ્યક્ષ, ગુજરાત પ્રદેશ મહામંત્રી સહિતના અધિકારી દ્વારા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.હવે રહેણાક વિસ્તારમાંથી વડાપ્રધાનનો રોડ શો યોજાશે જે 5.50 કિલોમીટર લાંબો હશે.

વડાપ્રધાન મોદીના આગમનને લઈને એડીથી ચોટનું તૈયારીઓમાં જોર

વડાપ્રધાનનો કાર્યક્રમ -આગામી 18 જૂનના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાના મહેમાન બનવાના છે જેને લઈને વડોદરા એરપોર્ટથી 5.5 કિલોમીટરનો રોડ શો કરશે. જે બાદ હજારો લાખોની સંખ્યામાં જનમેદનીને સંબોધન કરવાના છે. સ્વાગતમાં કોઈ કમી ન રહે તે માટે વડોદરા (PM Program in Vadodara) મહાનગર વહીવટી તંત્ર અને શહેર પોલીસ તંત્ર દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આજે તંત્ર દ્વારા વડોદરા શહેર એરપોર્ટથી સંગમ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા થઈ આજવા રોડ લેપ્રસી મેદાન સુધી રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના કાર્યક્રમમાં ગંગા સ્વરૂપ બહેનોને મહત્તમ લાભ મળશે, સાથે રોડ શો અને વિવિધ કાર્યક્રમોમાં કોર્પોરેશન ટીમ અને પદાધિકારીઓની ટીમ સંયુક્ત રીતે કામગીરી કરી રહી છે.

રોડ રસ્તાની કામગીરી

આ પણ વાંચો :PM Modi visit Vadodara: PM મોદી ફરી આવશે ગુજરાત, આ વખતે શું હશે કાર્યક્રમ...

હાલની તૈયારીઓ -વડાપ્રધાનના રોડ શોને લઈ આજવા રોડ ખાતે આવેલા લેપ્રસી મેદાન સુધી તડામાર (PM Route in Vadodara) તૈયારીઓ ચાલી રહી છે. એરપોર્ટથી લેપ્રસી મેદાન સુધી તમામ રોડ, રસ્તા, આસપાસના દબાણો, ડિવાઈડર પર સમારકામ સાથે વિવિધ જગ્યાએ જરૂરિયાત મુજબ કામગીરી હાલમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. સાથે હજારો લાખોની સંખ્યામાં લેપ્રસી મેદાનમાં જનમેદનીને લઇ મેદાન ખાતે મોટી સંખ્યામાં જેસીબી, રોલર, ટ્રેક્ટર સાથે અનેક સાધનોથી મેદાનનું લેવલિંગ કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન મોદી જ્યાંથી સંબોધન કરવાના છે ત્યાં હાલમાં RCC પથરી સ્ટેજ બનાવવાની તૈયાઈઓ શરૂ કરવામાં આવી છે. આસપાસના વિસ્તારોમાં લાખોની સંખ્યામાં જ્યારે લોકો ઉપસ્થિત રહેશે ત્યારે ટુવ્હીલર, કારપાર્કિંગની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.

રોડ રસ્તાની કામગીરી

આ પણ વાંચો :ગુજરાતમાં ભાજપ મોદી મોજિકના સહારે, આ કારણોસર રાજ્યમાં કોઈ જોખમ નહીં લે

નિરીક્ષણમાં કોની ઉપસ્થિતિ -વડોદરા ખાતે વડાપ્રધાન (PM visit to Gujarat) રોડ શોને લઈને આજે સાંસદ રંજન ભટ્ટ, વડોદરા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, ગુજરાત પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિજય શાહ, વડોદરા શહેર મેયર કેયુર રોકડીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલ સહિત વિવિધ હોદ્દેદારો અને પદાધિકારીઓ દ્વારા એરપોર્ટ ખાતેથી લેપ્રસિ મેદાન સુધી રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

Last Updated : Jun 7, 2022, 3:43 PM IST

ABOUT THE AUTHOR

...view details