ગુજરાત

gujarat

ETV Bharat / city

PM મોદી સંઘના પ્રચારક હતા ત્યારથી આ જગ્યા સાથે છે જૂનો સંબંધ, જૂના સાથીએ કરી વાત - PM Modi Alliance with Vadodara

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વડોદરા સાથે ખુબ જૂનો સંબંધ રહ્યો છે તેવું વડાપ્રધાનના (PM Modi visit Vadodara) સંઘ સાથી કહી રહ્યા છે. સંઘ સાથીએ વાત કરી કે તેઓ અમારી ઘરે અઠવાડિયામાં એકવાર જમવા આવતા હતા. આ ઉપરાંત વડાપ્રધાનની એમની સાથે મુલાકાતને લઈને પણ વાત કરી હતી.

PM મોદી સંઘના પ્રચારક હતા ત્યારથી આ જગ્યા સાથે છે જૂનો સંબંધ, જૂના સાથીએ કરી વાત
PM મોદી સંઘના પ્રચારક હતા ત્યારથી આ જગ્યા સાથે છે જૂનો સંબંધ, જૂના સાથીએ કરી વાત

By

Published : Jun 17, 2022, 3:38 PM IST

વડોદરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વડોદરા સાથે ખૂબ જુનો નાતો રહ્યો છે. વડોદરાની શાસ્ત્રી પોળમાં (PM Modi visit Vadodara) આવેલા સંઘના કાર્યાલય સાથે મોદીને ખૂબ જ લગાવ છે. મોદી 1970 થી 1980 દરમિયાન આ સંઘ કાર્યાલયમાં રહ્યા હતા. એ સમયે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં (RSS) પ્રચારક હતા. આ કાર્યાલય આજે પણ હયાત છે. મોદીએ વર્ષ 2014માં લોકસભાની ચૂંટણીમાં વડોદરા અને વારાણસી એમ બંને જગ્યાએથી ઉમેદવારી કરી હતી અને બંને સીટ પર જંગી બહુમતીથી જીત્યા હતા. વડાપ્રધાન બન્યા બાદ પણ ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે તેઓ વડોદરા આવ્યા ત્યારે તેમણે ભાષણની શરૂઆતમાં જ શાસ્ત્રીજીની પોળને યાદ કરી લોકોને કહ્યું હતું કે તમે ત્યાં જાઓ છો કે નહીં.

વડાપ્રધાન મોદીને વડોદરા સાથે ખુબ જૂનો નાતો

આ પણ વાંચો :એવું તે શું થયું કે PMનો રોડ શો અચાનક કરાયો રદ્દ

"વડાપ્રધાન સંઘના પ્રચારક હતા તો ઘરે જમતા હતા" -વડોદરામાં વડાપ્રધાનનાસંઘ સાથીપિતામ્બર ભાઈએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા અંગત કામથી અમે તેમના મુખ્યપ્રધાન આવાસે ફોન કર્યો હતો. જેથી થોડા સમય બાદ તેમને સામેથી ફોન આવ્યો. તેથી મેં (PM Modi Alliance with Vadodara)ફોન ઉપાડ્યો. મેં કહ્યું હું તમને મોદીજી કહું કે નરેન્દ્ર ભાઇ કહું? તો નરેન્દ્રભાઈએ જવાબ આપતા કહ્યું હું તો એ જ નરેન્દ્ર છું. જે તમારા ઘરે આવીને રસોડામાં જમતો હતો. વડાપ્રધાન નરેન્દ્ર સંઘના પ્રચારક હતા ત્યારે અઠવાડિયામાં એકવાર અમારા ઘરે જમવા આવતા હતા.

આ પણ વાંચો :PM Modi visit Vadodara: પીએમ મોદીની 18મી જૂને વડોદરાની મુલાકાતને લઈને જોરશોરથી તૈયારીઓ

મળશે તો ચોક્કસ વાત મુકીશ -વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડમાં વિશાળ જનસભાને (PM Rally in Vadodara) સંબોધિત કરવાના છે, જેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.ત્યારે વડાપ્રધાનના સંઘ સાથીપીતામ્બરભાઈએ જણાવ્યું હતું કે ,આવતીકાલે જ્યારે દેશના વડાપ્રધાન વડોદરાની મુલાકાતે છે ત્યારે હું પણ સભાસ્થળે જવાનો છું. મને મળવાનો મોકો મળશે તો ચોક્કસથી હું એન્જિનિયર વ્યવસાય સાથે સંકળાયેલ હોઈ ત્યારે વડાપ્રધાન સાથેની વાતચીત કરીશ તો ચોક્કસથી (PM visit to Gujarat) વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી પણ અમદાવાદના રિવરફ્રન્ટ જેવી જ રીતે ડેવલોપમેન્ટ કરવામાં આવે તેવી વાત મુકીશ.

ABOUT THE AUTHOR

...view details