ગુજરાત

gujarat

ETV Bharat / city

કોમનવેલ્થ ગેમ્સ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં વડોદરાના ફોટોગ્રાફરની થઈ પસંદગી

વડોદરાના ફોટોગ્રાફર કુ.અભિલાષા અગ્રવાલની બર્મિંગહામમાં(Commonwealth Games held in Birmingham) યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ અંતર્ગત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફોટોગ્રાફી કરવા માટે પસંદગી કરવામાં આવી છે. જેઓ અગાઉ પણ ઘણા મહિલા ક્રિકેટ વર્લ્ડકપમાં(Women Cricket World Cup) ફોટોગ્રાફી કરી ચુક્યા છે.

કોમનવેલ્થ ગેમ્સ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફોટોગ્રાફર માટે વડોદરાના ફોટોગ્રાફર થઈ પસંદગી
કોમનવેલ્થ ગેમ્સ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફોટોગ્રાફર માટે વડોદરાના ફોટોગ્રાફર થઈ પસંદગી

By

Published : Jul 29, 2022, 8:06 PM IST

વડોદરા:શહેરમાં અટલાદરામાં આવેલા ગુજરાત પબ્લિક સ્કૂલના ડાયરેક્ટર ફોટોગ્રાફર કુ.અભિલાષા અગ્રવાલની બર્મિંગહામમાં(Commonwealth Games held in Birmingham) યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ( Commonwealth Games Women Cricket Tournament) અંતર્ગત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફોટોગ્રાફી(Photography in Women Cricket Tournament) કરવા પસંદગી કરવામાં આવી છે.

આ પણ વાંચો:જાણો કોમનવેલ્થ ગેમ્સ 2022 વિશે અને કોણ છે ભારતનો બિજો ધ્વજ ધારક

ભારતની એકમાત્ર મહિલા ક્રિકેટ ફોટોગ્રાફર તરીકે નામના મેળવી -ભારતીય મહિલા ક્રિકેટ ટીમ(Indian Women Cricket Team) યુરોપના બર્મિંગહામમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા ગઈ છે. જેથી તેઓ પણ ભારતીય ટીમ સાથે કોમનવેલ્થ ગેમ્સ રમતમાં ફોટોગ્રાફી કરવા રવાના થયા છે.

યુરોપ જવા રવાના -હાલમાં અટલાદરામાં આવેલા ગુજરાત પબ્લિક સ્કૂલના ડાયરેક્ટર(Director of Gujarat Public School) અભિલાષા અગ્રવાલ કે જે ભારતની એકમાત્ર મહિલા ઓફિસર ફોટોગ્રાફર છે. તાજેતરમાં યુરોપના બર્મિંગહામમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ અંતર્ગત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ આગામી સપ્તાહમાં યોજાવાની છે. જેના ભાગ રૂપે ક્રિકેટ ટુર્નામેન્ટનું ફોટોગ્રાફી કરવા માટે તેઓ આજે રવાના થયા છે.

પાંચ મહિલા ક્રિકેટ વર્લ્ડકપ ફોટોગ્રાફી કરી ચુક્યા છે - WINSPORT ભારત નામથી 2014માં એક નાની શરૂઆત કરી હતી. ત્યારથી મહિલાઓને રમત-ગમત માટે ખાસ કરીને ક્રિકેટની રમતને ઉચ્ચસ્તરે પ્રકાશિત કરવાનું ભગીરથ કામ કરી રહ્યા છે. સમગ્ર ભારતમાં ભાગ્યે જ કોઇ મહિલા સ્પોર્ટ્સ ફોટોગ્રાફર(Female sports photographer) કરતી હશે. તેવા સંજોગોમાં પાંચ વર્ષ કરતાં વધારે સમયથી તેઓને ICC અને ACC દ્વારા ફોટોગ્રાફી કરવા માટે માન્યતા આપવામાં આવેલી છે. અત્યાર સુધીમાં તેઓએ પાંચ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ફોટોગ્રાફી પણ કરેલી છે, તેમજ એશિયા કપ અને અન્ય વર્લ્ડ ક્વોલિફાયરિંગ ઇવેન્ટ્સ માટે ભારતની એકમાત્ર મહિલા ઓફિસિયલ ફોટોગ્રાફર તરીકેની ફરજ બજાવે છે.

આ પણ વાંચો:અનોખું સાહસ ખેડી યુવક બન્યો ગુજરાતનો એક માત્ર ક્વાલિફાઈડ રેસર, શોખ પૂરો કરવા કર્યું આ કામ

ફોટોગ્રાફી માટે અનેક એવોર્ડ પણ પ્રાપ્ત કર્યા છે -તેમની આ ફોટોગ્રાફીની પ્રતિભાસંપન્ન પ્રવૃત્તિ દરમિયાન તેમને ઘણા એવોર્ડ પણ એનાયત કરવામાં આવેલા છે. તેમની આગવી પ્રતિભા સહિતની પ્રેરણાથી મહિલા ખેલાડીઓને પ્રોત્સાહન તથા મજબૂત મનોબળ મળશે. મહિલાઓમાં એક બીજાને મદદરૂપ થવાની પ્રેરણા મળશે મહિલાઓમાં રમત ગમત પ્રત્યે જાગૃતિ પણ કેળવાશે.

For All Latest Updates

TAGGED:

Photostory

ABOUT THE AUTHOR

...view details