- વડોદરા કોર્પોરેશન ચોખ્ખું પાણી આપવામાં નિષ્ફળ
- RO પ્લાન્ટ બિલાડીની ટોપની જેમ ફુટી નીકળ્યાં
- નાગરિકોએ વેરો ભરવા છતાં રૂપિયા આપીને લેવું પડે પાણી
- RO પ્લાન્ટ માટે કોઈપણ જાતના લાઇસન્સ નથી જરૂર વડોદરાના લોકો RO વોટર પ્લાન્ટનું પાણી પીવા બન્યા મજબૂર
વડોદરા: મનુષ્યની પ્રાથમિક જરૂરિયાત એટલે રોટી, કપડા મકાન અને પાણી, પરંતુ વડોદરા મહાનગરપાલિકા શહેરીજનોને ચોખ્ખું પાણી પૂરું પાડી શકતું નથી. જેથી લોકોને પાણી માટે ખર્ચ કરવો પડે છે. વડોદરા શહેરના અમૂક વિસ્તારોમાં પીવા લાયક પાણી આવતું નથી. જેથી RO વોટર ટ્રીટમેન્ટ ખાનગીનો રાફડો ફાટી નીકળ્યો છે. આ અંગે વડોદરાના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, કોર્પોરેશનમાં વેરો ભરવા છતાં પણ પાણી પીવાલાયક મળતું નથી. જેથી તેમને રૂપિયા ખર્ચીને ઘર માટે પીવા લાયક પાણીના જગ મંગાવવા પડે છે.