વડોદરાઃ પીએમ નરેન્દ્ર મોદીએ કોરોનાં સામેના અભિયાનમાં જનતા કરફ્યુ પછી વધુ એક અપીલ કરી હતી. લોકડાઉન દરમિયાન તારીખ 5 એપ્રિલ રવિવારના રોજ સાંજે 9 વાગ્યે ઘરમાં જ સ્વેચ્છાએ રહેલાં લોકોને તેમના ઘરની ગેલેરીમાં 9 મિનિટ સુધી દીવો,મીણબત્તી,કે મોબાઈલ ફ્લેશ લાઈટ કરવા અપીલ કરી હતી.
વડોદરામાં મેરા ભારત મહાનના સુત્ર સાથે જોવા મળ્યો અનોખો નઝારો - વડોદરા નયૂઝ
વડોદરામાં કોરોનાં અંધકારને દૂર કરવા નગરજનોએ પોતાના ઘરોની બાલ્કની,ગેલેરીમાં ઘર આંગણે દીવો,મીણબત્તી,અને મોબાઈલની ફ્લેશ લાઈટ પ્રજ્વલિત સાથે આતશબાજી કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને સમર્થન આપ્યું હતું.
વડોદરામાં લોકોએ કોરોનાં અંધકારને દૂર કરવા દીવો,મીણબત્તી અને મોબાઈલની ફ્લેશ લાઈટ કરી પી.એમ.મોદીને સમર્થન આપ્યું હતું. તો વળી ઠેરઠેર આતશબાજી કરવામાં આવી હતી.જેને લઈ આકાશમાં અદભુત દ્રશ્યો સર્જાયા હતા.આ અપીલને પગલે પ્રચંડ જન સમર્થન મળતાં વડોદરામાં અદભુત દ્રશ્યો સર્જાયા હતા. તો શહેરના બરાનપુરા વ્યંઢળ સમાજ દ્વારા મેરા ભારત મહાન ના રૂપી દીપ પ્રજ્વલિત કરી અનોખું દ્રશ્ય અંકિત કર્યું હતું.
જ્યારે પથ્થર ગેટ ખાતે ઉપલા ફળિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી છત્રપતિ શિવાજી મહારાજને શીશ વંદન કરતું પોસ્ટર લગાવી ભારતમાતાના નક્શારૂપી દીપ પ્રજ્વલ્લિત કર્યા હતા.સમગ્ર વડોદરામાં પ્રચંડ જન સમર્થન મળતાં સંસ્કારી નગરી વડોદરા રોશનીથી ઝળહળી ઉઠી હતી.