- સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે કર્યો ખુલાસો
- લોકોને લિંક મોકલી WHOનું ઓડિટ ટેસ્ટ પાસ કરવાનું કહેવામાં આવે છે
- 50 હજારથી 1.50 લાખ સુધીની સબસિડી પેટે સહાય આપવાની આપે છે લાલચ
વડોદરા- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ફિશીંગના નામે લોકોને લિંક મોકલી કોરોનાથી મૃત્યુ પામેલા, અસરગ્રસ્ત અને કોરોનામાં પાયમાલ થયેલા લોકોને 50 હજારથી 1.50 લાખ સુધીની સબસિડી પેટે સહાય આપવાની લાલચ આપવામાં આવે છે. જેમાં WHOનું ઓડિટ ટેસ્ટ પાસ કરવાનું કહી એક ફોર્મ ભરાવવામાં આવે છે. જે ફોર્મમાં સાયબર માફિયા બેંકની માહિતી માંગતા હોવાનો ખુલાસો સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે કર્યો છે. સાયબર અપરાધીઓ ઓડિટ ટેસ્ટ પાસ કર્યા બાદ સબસિડી આપવા માટે લોકો પાસેથી સબસિડી પેટે જી.એસ.ટી ભરાવી રૂપિયા પડાવી રહ્યા છે.
આ પણ વાંચો- MAHISAGAR: ક્રાઈમ એન્ડ કરપ્શન કંટ્રોલ એસોસિએશનના નામે છેતરપિંડી કરતા 7 શખ્સ લુણાવાડા પોલીસના હાથે ઝડપાયા