વડોદરા રાજ્યમાં કાગળ પર દારૂબંધી છે. પણ તેની અમલવારી કેવી રીતે કરવામાં આવે છે તે તો સૌ કોઇ જાણે જ છે. બુટલેગરો દારૂ લાવવામાં સફળ તો થઇ જાય છે, પરંતુ રાજ્યની પોલીસ તેમજ પોલીસ વિભાગની વિવિધ બ્રાન્ચ દારૂબંધીને સફળ બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. જેને લઇને બુટલેગરોનો ધાર્યું પાર પડતું નથી. ત્યારે વડોદરાના છેવાડે આવેલા દરજીપુરા પાસેના નીલકંઠેશ્વર એસ્ટેટમાં આવેલા ગોડાઉનમાં કારમાં દારૂનું કટીંગ થતું (liquor quantity in Vadodara) હોવાની પોલીસ પાસે માહીતી આવી હતી. જેને લઈને પોલીસે દરોડા પાડતા ઇંગ્લીશ દારૂનો જથ્થો કટીંગના કામકાજનો ખેલ બગાડ્યો હતો. (Liquor bootleggers in Vadodara)
ઇંગ્લીશ દારૂના કટીંગનું કામકાજ ક્રાઇમ બ્રાન્ચે બગાડ્યું - PBC raids liquor godown in Darjipura
વડોદરામાં એક ગોડાઉનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો કટીંગ (liquor quantity in Vadodara) કરવાનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ એન્ટ્રી મારી દેતા ખેલ બગડી ગયો હતો. સમગ્ર કાર્યવાહીમાં બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. PBC raids liquor godown in Darjipura
કેવી રીતે પકડ્યો દારૂ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચને ઇંગલિશ દારૂને લઈને બાતમી મળી હતી. બાતમીના આધારે નિલકંઠેશ્વર એસ્ટેટમાં ન્યુ સુપ્રીમ ફ્રેઇટ કેરિયર નામના ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલો છે. તેમાંથી કેટલાક માણસો કારમાં ઇંગ્લીશ દારૂ ભરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. બાતમીના આધારે PCBના જવાનોએ દરોડા કર્યા હતા. જેમાં કાર સહિત કુલ 4.19 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. 2.69 લાખનો દારૂ તેમજ 1.50 લાખની કિંમતની કારમો સમાવેશ થાય છે. આ ઉપરાંત સમગ્ર કાર્યવાહીમાં એકની અટકાયત કરવામાં આવી છે. જ્યારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તેમજ હરણી પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. (English cutting liquor quantity in Vadodara)
નશાખોરો લોકોમાં ભય નથી સમગ્ર કાર્યવાહી દરમિયાન (23 વર્ષીય) ગોલુ સુરેશ નાઇ ઠાકોરને (રહે.રાજસ્થાન) પકડી લેવામાં આવ્યો છે. જ્યારે છોટુ તથા સોનુ ઉર્ફે અંકિતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં લઠ્ઠાકાંડ જેવો ભયાનક કિસ્સો સામે આવ્યો છતાં નશાખોરો લોકોમાં બિલકુલ ભયનો માહોલ નથી. તો બીજી તરફ બુટલેગરો પણ છાના ખૂણે બેફામ દારૂનો વેપાર કરી રહ્યા છે. ત્યારે હવે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં પોલીસ પણ દારૂને લઈને સતત દેખરેખ રાખી રહી છે. PBC raids liquor godown in Darjipura, Vadodara PBC Raid liquor godown