- 'ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ પ્રમોશનલ પ્રોગ્રામ-5' પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડીટોરીયમ ખાતે યોજાયો
- ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.
- પાટીલ સરદારધામમાં 51 લાખનું દાન આપી ટ્રસ્ટી બન્યા
વડોદરા : વિશ્વ પાટીદાર સમાજ મિશન-2026 અંતર્ગત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2022 પ્રમોશનલ પ્રોગ્રામ-5('Global Patidar Business Summit Promotional Program-5') નું વડોદરામાં સરદારધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ(BJP state president CR Patil) પણ ઉપસ્થિત રહ્યા હતાં તેમજ M.S.Uni માં ભરતી કૌભાંડને લઈને મોટું નિવેદન આપતા કહ્યું કે, ભરતીમાં પારદર્શિતા હોવી જોઈએ કોઈપણ હશે તો કાર્યવાહી કરીશું અને કોઈને પણ છોડાશે નહિ.
પાટીલ સરદારધામમાં 51 લાખનું દાન આપી ટ્રસ્ટી બન્યા
વર્ષ 2022 ફેબ્રુઆરીની તારીખ 26, 27 અને 28 ના રોજ સરદારધામ દ્વારા સુરતના સરસાણા ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજવા જઇ રહ્યો છે. જેનો પ્રમોશનલ પ્રોગ્રામ-5 વડોદરામાં આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડીટોરીયમ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ(BJP state president CR Patil)ઉપસ્થિત રહ્યા હતા. પાટીલ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી હતી. પાટીલ પણ સરદારધામમાં 51 લાખનુ દાન આપી ટ્રસ્ટી બન્યા હતા. સાથે જ દાન આપીને ટ્રસ્ટી બનેલા અન્ય લોકોનું પાટીલે દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.