ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા SSG હોસ્પિટલમાં દર્દીઓ બોલીવુડના ગીતો પર મજા માણતા નજરે પડ્યા - દર્દીઓમાં સકારાત્મકતા ફેલાવવા

રાજ્યભરમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે, કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ અને તેમના પરિજનો માનસીક તણાવમાં જોવા મળે છે. તેવા સમયે, દર્દીઓમાં સકારાત્મકતા ફેલાવવા માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ બોલીવુડના ગીતો પર મજા માણતા નજરે પડ્યા હતા.

વડોદરા SSG હોસ્પિટલમાં દર્દીઓ બોલીવુડના ગીતો પર મજા માણતા નજરે પડ્યા
વડોદરા SSG હોસ્પિટલમાં દર્દીઓ બોલીવુડના ગીતો પર મજા માણતા નજરે પડ્યા

By

Published : Apr 27, 2021, 12:29 PM IST

  • સારવાર હેઠળ કોરોનાના દર્દીઓમાં સકારાત્મકતા ફેલાવવાનો પ્રયાસ
  • કોવિડ કેરમાં ‘ઝીંદગી કી યહી રીત હૈ, હાર કે બાદ હી જીત હૈ’ ગીત પર દર્દીઓ ડોલ્યા
  • MSWમાં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

વડોદરા:રાજ્યભરમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. રોજે રોજ કોરોનાના સેંકડો નવા દર્દીઓ સામે આવી રહ્યા છે. આથી, કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ અને તેમના પરિજનો માનસીક તણાવમાં જોવા મળે છે. તેવા સમયે, દર્દીઓમાં સકારાત્મકતા ફેલાવવા માટે 'ઝીંદગી કી યહી રીત હૈ, હાર કે બાદ હી જીત હૈ ગીત' પર જુમતા જોવા મળ્યા હતા. ગોત્રી ખાતે MS યુનિ. ના MSWમાં ભણતા વિદ્યાર્થીઓ એક મહિના સુધી ફિલ્ડવર્કની કામગીરી અંતર્ગત આ રીતે ફરજ બજાવી દર્દી માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. આ અગાઉ, શહેરની ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ બોલીવુડના ગીતો પર મજા માણતા નજરે પડ્યા હતા.

વડોદરા SSG હોસ્પિટલમાં દર્દીઓ બોલીવુડના ગીતો પર મજા માણતા નજરે પડ્યા

આ પણ વાંચો:વડોદરાની મહિલાઓએ RT-PCR કીટ બનાવવામાં આપ્યો ફાળો

દર્દી અને પરિજનો વચ્ચે માત્ર ટેલીફોનિક સંપર્ક

શહેરમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો રોજે રોજ નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. કોરોનાનો ડર એટલો બધો છે કે, તેનું નામ સાંભળતા જ ભલભલા મજબૂત મનના માણસ પણ ભાંગી પડે છે. તેવા સમયે, સારવાર લઇ રહેલા દર્દીઓ અને તેમના પરિજનો સતત તણાવમાં રહેતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત, દર્દીઓને પરિજનો મળી શકતા પણ નથી. માત્ર ટેલીફોનિક સંપર્ક રાખી શકે છે. કેટલાક કિસ્સાઓમાં આજુબાજુમાં સારવાર લઇ રહેલા કોરોનાના દર્દીનું મૃત્યું થયું હોય તો તે વાતનો ડર અન્ય દર્દીના મનમાં ઘર કરી જાય તેવી સ્થિતી સર્જાય છે.

આ પણ વાંચો:વડોદરામાં કોરોના કાળમાં નોકરી ગુમાવ્યા બાદ દંપતીએ સ્મશાનને ઘર બનાવ્યું

દર્દીઓ કોવિડ વોર્ડમાં નાચતા જોવા મળ્યા

વડોદરામાં ગોત્રી મેડીકલ કોલેજ અને સયાજી હોસ્પિટલ ખાતે સૌથી મોટા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં, સેંકડોની સંખ્યામાં દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. ગોત્રી મેડીકલ કોલેજના કોવિડ કેરમાં સારવાર લઇ રહેલા દર્દીઓમાં સકારાત્મકતા ફેલાવવા માટે PPE કીટમાં સાથે કોવિડ વોર્ડમાં નાચતા જોવા મળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details