ગુજરાત

gujarat

ETV Bharat / city

Parents Flurry in Vadodara : FRC મુજબ ફી નહીં લેવાતાં વાલીઓ બેઠાં ધરણાં પર, DEO કચેરીએ શું કહ્યું જાણો... - એફઆરસી ફી માળખું

વડોદરા DEO કચેરીએ વાલીઓ એકાએક ધરણાં પર બેસી ગયાં હતાં. તેમની શું સમસ્યા (Parents Flurry in Vadodara) હતી અને DEOએ શું સમજાવ્યું તે વાંચો આ અહેવાલમાં...

Parents Flurry in Vadodara : FRC મુજબ ફી નહીં લેવાતાં વાલીઓ બેઠાં ધરણાં પર, DEO કચેરીએ શું કહ્યું જાણો
Parents Flurry in Vadodara : FRC મુજબ ફી નહીં લેવાતાં વાલીઓ બેઠાં ધરણાં પર, DEO કચેરીએ શું કહ્યું જાણો

By

Published : Feb 15, 2022, 5:34 PM IST

વડોદરા: વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા શાળાલક્ષી વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે ડીઈઓ કચેરી પહોંચ્યા હતાં. વડોદરા પેરેન્ટસ એસોસિએશનના અગ્રણીઓએ વિવિધ શાળાના વાલીઓ સાથે વિવિધ પ્રશ્નોના મુદ્દે ધરણાં (Parents Flurry in Vadodara) પર બેસી ડીઈઓ કચેરીએ રજૂઆત કરી હતી.

ખાનગી શાળા દ્વારા મનફાવે તેમ ફી વસુલતી હોવાનો વડોદરા પેરેટ્સ એસોસિએશન દ્વારા આક્ષેપ

શું હતી વાલીઓની રજૂઆત?

વડોદરામાં કેટલીક ખાનગી શાળા દ્વારા મનફાવે તેમ ફી વસુલતી હોવાનો વડોદરા પેરેટ્સ એસોસિએશન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. કેટલીક ખાનગી શાળાઓ FRCના નિયમોને (FRC Fee Structure) નેવે મૂકી વધુ ફી વસૂલવા દબાણ કરી હોવાના પણ આક્ષેપ કરાયા હતાં. આ સાથે વાલીઓએ આજે DEO કચેરીમાં ધરણાં પર બેસી વિરોધ નોંધાવ્યો હતો. તો વાલીઓની શાળાઓ દ્વારા ફરજિયાત ઓફલાઈન શિક્ષણ, ગણવેશ, પુસ્તકો તેમજ ફીની અવેજમાં બાળકોને ઓનલાઇન શિક્ષણથી વંચિત રાખવા અને પરીક્ષામાં ન બેસવા દેવા જેવા વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. જો આ મુદ્દે કોઈ નિરાકરણ નહીં આવે તો મોટી સંખ્યામાં વાલીઓને ભેગા કરી DEO કચેરી ખાતે આંદોલન કરવાની વડોદરા પેરેટ્સ એસોસિએશનના પ્રમુખ કિશોર પિલ્લાઈ દ્વારા ચીમકી (Parents Flurry in Vadodara)ઉચ્ચારવામાં આવી હતી.

આ પણ વાંચોઃ હેબતપુરની Euro School ની દાદાગીરી, DEO એ શો કોઝ ફટકારી માન્યતા રદ કરવા નોટિસ આપી

વાલીઓની ચૂંટણી બહિષ્કારની ચીમકી

વાલીઓ દ્વારા આ મુદ્દે (FRC Fee Structure ) વારંવાર રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું ન હોવાથી રોષ (Parents Flurry in Vadodara)જોવા મળ્યો હતો. વાલીઓ દ્વારા આ મુદ્દે ત્વરિત કોઈ નિરાકરણ નહીંં આવે તો આંદોલન કરવાની ચીમકીની સાથે સાથે આગામી સમયમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી હતી.

આ પણ વાંચોઃ No School Building in kanayda : શાળા જ નહીં તો શિક્ષણ શેનું? વાલીઓએ ઓનલાઈન શિક્ષણનો પણ બહિષ્કાર કર્યો

એજ્યુકેશન ઇન્સ્પેક્ટરે કાર્યવાહી કરવાનું આપ્યું આશ્વાસન

DEO કચેરીના (Vadodara DEO ) એજ્યુકેશન ઇન્સ્પેક્ટરે વડોદરા પેરેટ્સ એસોસિએશનની રજૂઆતને સાંભળી હતી અને શાળા મુજબ વાલીઓને સાંભળી FRC મુજબની ફીનું માળખું આપ્યું હતું. તો જે શાળાઓ FRCના નિયમ (FRC Fee Structure ) મુજબ ફી નહીં લેતી હોય તો ત્વરિત કાર્યવાહી કરવાનું એજ્યુકેશન ઇન્સ્પેક્ટરે આશ્વાસન આપ્યું હતું. વાલીઓ છેલ્લા ઘણા વર્ષોથી FRCના નિયમ મુજબ શાળાઓ ફી વસુલે તે માટે આંદોલન કરી રહ્યાં છે ત્યારે હાલમાં વાલીઓને ફી FRCના નિયમ મુજબ આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. ત્યારે આગામી સમયમાં શાળાઓ દ્વારા FRCના નિયમ મુજબ ફી વસૂલવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details