ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં કોરોના બાદ મ્યુકોરમાઈકોસિસનો આંતક - sayaji hospital

કોરોના પછી મ્યુકોરમાઈકોસિસનો આંતક ફેલાયો છે. વડોદરામાં મ્યુકોરમાઈકોસિસના 247 કેસો એક્ટીવ છે જેની સયાજી અને ગોત્રી જનરલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

xx
વડોદરામાં કોરોના બાદ મ્યુકોરમાઈકોસિસનો આંતક

By

Published : May 24, 2021, 10:43 AM IST

  • વડોદરામાં મ્યુકોરમાઈકોસિસના નવા 17 દર્દીઓ નોંધાયા
  • વડોદરાની સયાજીમાં 11 અને ગોત્રી હોસ્પિટલમાં નવા 6 દર્દીઓ દાખલ થયા
  • મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સંખ્યા 247 થઈ

વડોદરા: શહેરની સયાજી હોસ્પિટલમાં નવા 11 અને ગોત્રી જનરલ હોસ્પિટલમાં નવા 6 દર્દીઓ સાથે કુલ આંક 247 પર પહોંચ્યો હતો. સયાજીમાં 35 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી. બંન્ને હોસ્પિટલમાંથી કોઈ પણ દર્દીઓને ડિસચાર્જ આપવામાં નહોતું આવ્યુ અને કોઈ પણ દર્દીનું મૃત્યું નહોતું થયું.

આ પણ વાંચો : વડોદરામાં મ્યુકોરમાઈકોસિસના વધુ 19 દર્દીઓ સાથે કુલ આંક 163 પર પહોંચ્યો

લોકલ એનેસ્થેશિયા આપીને 30 દર્દીઓની સર્જરી કરવામાં આવી

ગોત્રી જનરલ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના વધુ 6 દર્દીઓ નોંધાયા છે.જેમાં અત્યાર સુધી કુલ દર્દીઓની સંખ્યા 67 પર પહોંચી છે.જ્યારે એકપણ દર્દીની બાયોપ્સી તેમજ સર્જરી કરવામાં આવી ન હતી. ઉલ્લેખનિય છે કે શહેરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં શહેરની સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં કુલ મળી મ્યુકોરમાઈકોસિસના દર્દીઓનો કુલ આંક 247 ઉપર પહોંચ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details